Aapnu Gujarat
રમતગમત

આઈપીએલ : સનરાઈઝની રાજસ્થાન પર ૧૧ રને જીત

ઇન્ડિયન પ્રિમિયર લીગની એક મેચમાં આજે સનરાઇઝ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ ઉપર ૧૧ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝ હૈદરાબાદે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૧ રન કર્યા હતા જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરમાં છ વિકેેટે ૧૪૦ રન બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી કેપ્ટન રહાણેએ ૫૩ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે એણનમ ૬૫ રન બનાવ્યા હતા તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. જ્યારે બેન સ્ટોક ને બટલર ફ્લોપ રહ્યા હતા. આજે ઇન્ડિયન પ્રિમિયર લીગની ૨૮મી મેચમાં સનરાઈઝ હૈદરાબાદના કેપ્ટન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણય કોઇ વધારે ફાયદાકારક રહ્યો ન હતો. શિખર ધવન માત્ર ૬ રન કરીને આઉટ થયો હતો. તેનો કંગાળ દેખાવ યથાવતરીતે જારી રહ્યો છે. જો કે, હેલ્સ અને વિલિયમસને બીજી વિકેટની ભાગીદારીમાં ઉપયોગી રન ઉમેર્યા હતા. હેલ્સ ૩૯ બોલમાં ૪૫ રન કરીને આઉટ થયો હતો જ્યારે વિલિયમસને ૭ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૬૩ રન બનાવ્યા હતા. આજની જીત સાથે જ સનરાઇઝ પોઇન્ટ ટેબલમાં હવે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. સનરાઈઝ હૈદરાબાદે હજુ સુધી રમેલી પોતાની ૮ મેચો પૈકી છમાં જીત મેળવી લીધી છે. હવે તેના ૧૨ પોઇન્ટ થઇ ગયા છે જ્યારે ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર હવે બીજા ક્રમાંકે પહોંચી ગઈ છે. સનરાઈઝ, કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઇ સુપર વચ્ચે જોરદરા સ્પર્ધા જોવા મળી રહી છે. બાકીની ટીમો હવે ખુબ પાછળ રહી ગઈ હોવાથી તેમની શક્યતા હવે ઓછી દેખાઈ રહી છે. દિલ્હી ડેરડેવિલ્સ, રોયલ ચેલેન્સર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સ્પર્ધામાંથી બહાર થાય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

Related posts

मयंक ने वनडे के लिए भी ठोका दावा

aapnugujarat

रंगभेद के आरोपों पर डैरेन सैमी का यू टर्न, कहा – खिलाड़ियों ने प्यार से कहा था कालू

editor

घर में सबसे सफल टेस्ट कप्तान बने विराट कोहली

editor

1 comment

Leave a Comment

UA-96247877-1