Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેપ સહિતના મુદ્દા પર મોદી મૌન તોડે : મનમોહનસિંહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સામાન્યરીતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના મૌન રહેવા ઉપર પ્રશ્નો ઉઠાવતા રહેતા હતા. હવે ખુદ મનમોહનસિંહે મોદી ઉપર મહત્વના મુદ્દા ઉપર મૌન રહેવા બદલ પ્રહારો કર્યા છે. કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર ગેંગરેપ અને હત્યા તથા ઉન્નાવમાં ભાજપના ધારાસભ્ય પર યુવતી સાથે ગેંગરેપના આરોપના મામલામાં મનમોહનસિંહે મોદી ઉપર આકરા પ્રહારો કર્યા છે. આ મુદ્દા પર સ્વતંત્રરીતે નિવેદન કરવા અપીલ કરી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં મનમોહનસિંહે કહ્યું છે કે, જે લોકો તેમને સલાહ આપી રહ્યા હતા તે લોકો હવે પોતે આ દિશામાં આગળ વધી રહ્યા નથી. ભારતની પુત્રીઓને ન્યાય મળે અને અપરાધીઓને સજા થાય તેવી અમે માંગ કરી રહ્યા છે. મનમોહનસિંહે કહ્યું છે કે, અપરાધીઓના મામલે પણ પ્રતિક્રિયા આપવી જોઇએ. ભાજપના વિપક્ષમાં રહેવાના ગાળા દરમિયાન મોદી તરફથી પોતાને મૌન મોહન કહેવાના પ્રશ્ન પર પુછવામાં આવતા મનમોહનસિંહે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. મોદી પર સીધા પ્રહારો કરતા મનમોહનસિંહે કહ્યું હતું કે, કેટલાક મહત્વના મુદ્દા પર તેમના મૌનથી એવા સંદેશા લોકોમાં ગયા છે કે, કોઇપણ અપરાધ કરીને સરળતાથી ભાગી શકાય છે. સત્તા અને પ્રસાશનમાં બેઠેલા લોકોએ કોઇપણ મામલામાં યોગ્ય સમયે નિવેદન કરવા જોઇએ. નિવેદન કરવાથી પોતાના ફોલોઅર્સને પણ સંદેશા જવા જોઇએ. પોતાના ગાળા દરમિયાન બળાત્કારની થયેલી ઘટનાઓ અંગે તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં દિલ્હી ગેંગરેપની ઘટના બાદ કોંગ્રેસ પાર્ટી અને અમારી સરકારે તમામ જરૂરી પગલા લીધા હતા. રેપના મામલાઓને લઇને કઠોર કાયદા અમલી બનાવવામાં આવ્યા હતા. હવે મનમોહનસિંહ મોદીને મૌન તોડવા પડકાર ફેંકી રહ્યા છે.

Related posts

PM meets top scientific officials of Government of India

aapnugujarat

दिल्ली-एनसीआर में १ अगस्त तक सुहाना रहेगा मौसम

aapnugujarat

દિલ્હીથી રાંચી લવાયા બાદ લાલૂ રિમ્સમાં : અનેક ટેસ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1