Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રિઝર્વ બેંકે વિદેશમાં નાણાં મોકલવાના નિયમો કડક બનાવ્યાં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યક્તિગત ધોરણે વાર્ષિક ૨.૫૦ લાખ ડોલર વિદેશમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપતી લિબરલાઈઝડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ)ના રિપોર્ટીંગના નિયમો કડક બનાવ્યા છે. વિદેશમાં નાણાં મોકલનાર વ્યક્તિ દ્વારા કરાયેલા એકરારના આધારે બેંક એલઆરએસ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપે છે. આ મામલે રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલી એક અધિસૂચનામાં જણાવ્યા અનુસાર નિરિક્ષણમાં સુધારો કરવા તથા એલઆરએસની મર્યાદાનું પાલન યોગ્ય રીતે થાય તે બાબતને સુનિશ્ચિત કરવા માટે જે બેંકમાંથી વ્યક્તિએ એલઆરએસ હેઠળ આ પ્રકારના વ્યવહાર કર્યા હોય તે બેંકે રિઝર્વ બેંકને દૈનિક રિપોર્ટ આપવાનો રહેશે.હવે બેંકોએ એલઆરએસ હેઠળ તેમના દ્વારા કરાયેલા વ્યવહારો દીઠ માહિતીઓને દૈનિક ધોરણે અપલોડ કરવાની રહેશે. એલઆરએસ હેઠળ સગીર સહિતના તમામ નિવાસી ભારતીઓ દરેક નાણાકીય વર્ષે રૂ.૨,૫૦,૦૦૦ ડોલર સુધીની રકમ વિદેશમાં મોકલાવી શકે છે.

Related posts

કલમ ૧૪૪ વચ્ચે સબરીમાલા કપાટ આજે ખુલશે

aapnugujarat

DRDO drone crashes at farm in K’taka’s Chitradurga dist , no casualties

aapnugujarat

બૌદ્ધિક સંપત્તિ ઇન્ડેક્સમાં ભારતની ઉંચી છલાંગ, ૫૦ દેશોની યાદીમાં ૩૬માં સ્થાન પર પહોંચ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1