Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સીરીયા પર મિસાઈલ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા-અમેરિકા આમને-સામને

સીરીયા પર મિસાઇલ હુમલા બાદ અમેરિકા અને રશિયાની વચ્ચે હવે ડિપ્લોમસી વોર શરૂ થઇ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા અને અમેરિકા આમને સામને આવી ગયા છે.
આ વૈશ્વિક મંચ પર અમેરિકાની સાથે ફ્રાંસ, બ્રિટન છે તો રશિયાની સાથે ચીન ઉભુ રહ્યું છે. સીરિયા, રશિયા, ઇરાન અને ચીને અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન તરફથી કરવામાં આવેલા હુમલાની નિંદા કરી. સાથે જ સૈન્ય કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું.
સીરિયામાં અમેરિકા અને સાથી દેશોના મિસાઇલ હુમલા બાદ રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. જ્યાં રશિયાએ સીરિયામાં થયેલા અમેરિકન હુમલા સામે નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો.
જોકે રશિયાના આ પ્રસ્તાવને સુરક્ષા પરિષદને ફગાવી દીધો. જ્યારે અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન દ્વારા સીરિયા પર કરવામાં આવેલા મિસાઇલ હુમલાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ થયો.
યુએનમાં રશિયાના રાજદૂત વસીલી નેબેજીયાએ જણાવ્યું કે, સીરિયામાં મિસાઇલ હુમલો કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ બધુ એક ખાસ પ્રકારે કરવામાં આવ્યું છે. આ મુદ્દે ઉશ્કેરણીજનક કાર્યવાહી થઇ છે. ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. નિર્ણય સંભળાવીને સજા આપવામાં આવી છે. શું તમે ઇચ્છો છો કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને હવે આ પ્રકારે જ ઉકેલવામાં આવે. આ આંતરરાષ્ટ્રીય મામલાઓમાં ગુંડાગર્દી છે. તે જાણવા છતાં કે આપણે બે પરમાણુ તાકાત અંગે વાત કરી રહ્યા છીએ.
જોકે, સંયુક્ત રાષ્ટ્ર ખાતેના અમેરિકન રાજદૂત નિક્કી હેલીએ રશિયાના આરોપોને ફગાવ્યા અને સીરિયા પર ફરી હુમલો કરવાની ચેતવણી આપી. નિક્કી હેલીએ કહ્યું કે સીરિયા પરની સૈન્ય કાર્યવાહીથી અમારો સંદેશ એકદમ સ્પષ્ટ છે કે અસદ સરકારને કેમિકલ હથિયારોનો ઉપયોગ નહીં કરવા દઇએ. અમે તે સંશોધન કેન્દ્રને નષ્ટ કર્યું છે કે જેનો ઉપયોગ મોટાપાયે હત્યા માટે હથિયાર એસેમ્બલ કરવામાં કરવામાં આવતો હતો. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું કહેવું છે કે, જો સીરિયાની સરકારે ફરી ઝેરીલા ગેસનો ઉપયોગ કર્યો તો અમેરિકા ફરી તેનો જવાબ આપવા માટે તૈયાર છે.
બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ દુનિયાના દેશોને સીરિયા પર થયેલા મિસાઇલ હુમલાનું સમર્થન કરવાની અપીલ કરી. આ મામલે ફ્રાંસનું કહેવું છે કે સીરિયાની સરકારે પોતાના જ લોકો ઉપર કેમિકલ હથિયારોનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
જોકે આ પહેલા રશિયાએ સીરિયા સામે સૈન્ય કાર્યવાહીના અમેરિકાના પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કરીને તેમાં અડંગો લગાવ્યો હતો.

Related posts

રોહિંગ્યાઓએ ૧૦૦ હિન્દુનાં અપહરણ કરી ૯રને રહેંસી નાંખ્યાનો અહેવાલ

aapnugujarat

મોસ્કો નજીક વિમાન દુર્ઘટના થઇ : ૭૧ પ્રવાસીઓનાં મોત

aapnugujarat

બાળકીઓને કારમાં બંધ કરી માતાએ આખી રાત પાર્ટી કરી, બંનેના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1