Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બાળકીઓને કારમાં બંધ કરી માતાએ આખી રાત પાર્ટી કરી, બંનેના મોત

સામાન્ય રીતે આપણે સાંભળ્યું હોય છે કે માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરી છૂટે છે. માતા માટે તેના બાળકો જ તેનું સર્વસ્વ હોય છે. પરંતુ આ વાતને ખોટી પાડતી એક ઘટના તાજેતરમાં જ અમેરિકાના ટેક્સાસમાં ઘટી છે. અહીં એક માતા પોતાના બે નાની બાળકીઓને કારમાં બેસાડીને પાર્ટી કરવા જતી રહી હતી. હાઈ ટેમ્પ્રેચરના કારણે કારમાં બંધ બંને બાળકીઓના દર્દનાક મોત થયા છે. બાળકીઓની મોતની આ ઘટનામાં માતા પર કેસ થતા કોર્ટે માતાને ૪૦ વર્ષની જેલની સજા ફટકારી છે.
કોર્ટમાં અમાંડા હૉકિન્સે જણાવ્યું કે, ૭ જૂન ૨૦૧૭ના રોજ તે પોતે કાર ડ્રાઈવ કરી રહી હતી. મહિલાએ પોતાના સ્વબચાવમાં કહ્યું કે, બંન્ને બાળકીઓની મોત ગાડીમાં પડેલા ફૂલોની સુગંધને કારણે થયા છે. ફૂલોની સુગંધ તિવ્ર હશે જેથી બાળકીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હશે અને તેઓના મોત નિપજ્યા હશે. પરંતુ પોલીસે કહ્યું કે બાળકીઓની મોતનું કારણ ફૂલો નહતા.
પોલીસે કહ્યું કે, હકીકત તો એ છે કે મહિલા પોતાની બંને બાળકીઓને કારની અંદર બંધ કરીને રાત્રે પાર્ટી કરવા માટે ચાલી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને બાળકીઓ લગભગ ૧૫-૧૮ કલાક સુધી ગાડીમાં બંધ રહી હતી. કારનું તાપમાન ૯૦ ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયું હતું જેના કારણે બંને બાળકીઓના મોત નિપજ્યા છે.
તે જ સાંજે કોઈએ કારમાંથી બાળકીઓના રડવાનો અવાજ સાંભળ્યો અને તેની માતાને જાણ કરી. બાળકીઓની માતા પાર્ટી પત્યા બાદ સૂઈ ગઈ હતી અને જ્યારે તે સૂઈને ઉઠી ત્યારે તેને તેની બંને બાળકીઓ યાદ આવી અને તે તેમને લેવા માટે ગાડી પાસે ગઈ. મહિલાએ જ્યારે ગાડી ખોલી ત્યારે અંદર બંને બાળકીઓ મૃત હાલતમાં પડી હતી. પોલીસના માનવા મુજબ, મહિલાને પાર્ટીમાં બાળકીઓ હેરાન ન કરે તેથી તે બાળકીઓને કારમાં બંધ કરીને ગઈ હતી.

Related posts

न्यूयॉर्क के टाइम्स स्क्वायर पर फहराया जाएगा तिरंगा

editor

Pakistan railway minister Sheikh Rasheed Ahmed predicts full-fledged war with India in October or November

aapnugujarat

Prime Minister Modi arrives in Myanmar

aapnugujarat

Leave a Comment

UA-96247877-1