Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપી અને રાજસ્થાનમાં પ્રંચડ વાવાઝોડુ : ૪૨નાં મોત

પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં ભારે અને પ્રચંડ પવન સાથે વાવાઝોડા અને વરસાદના કારણે ૪૪થી વધુ લોકોના મોત થઇ ગયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. જનજીવન પણ સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. બન્ને રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયુ છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશના આગરા, મથુરા અને ફિરોજાબાદમાં વાવાઝોડુ ત્રાટક્યુ હતુ. જેમાં મોટા ભાગના લોકોના મોત મકાન ધરાશાયી થવાના કારણે થયા છે. રાજસ્થાનમાં ભરતપુર અને ધોલપુરમાં પણ વરસાદ થયો છે. વાવાઝોડાની અસર ત્યાં પણ રહી છે. મકાનોની દિવાલો તુટી પડવાના કારણે મોટા ભાગના લોકોનો મોત થયા છે. વાવાઝોડા અને વરસાદના કારણે ઓછામાં ઓછા ૨૦૦ લોકો ઘાયલ થયા છે અને ૬૦૦ વીજળીના થાંભળા તુટી ગયા છે. આગરામાં ૧૪ લોકોના મોત થયા છે. જ્યારે મથુરા અને ફિરોજબાદમાં ચાર ચાર લોકોના મોત થયા છે. જે પૈકી સાત બાળકો છે. રાજસ્થાનમાં પાંચ બાળકો સહિત ૧૪ લોકોના મોત તો ધોલપુરમાં થયા છે. ભરતપુર જિલ્લામાં છ લોકોના મોત થયા છે. ગઇકાલે ગુરૂવારના દિવસે દિલ્હી ઉપરાંત નોઇડા, ગુડગાવ અને ગાઝિયાબાદમાં પણ હળવો વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયા બાદ સવાર સુધી વરસાદ જારી રહ્યો હતો.ે કે ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રચંડ પવન ફુંકતા નુકસાન થયુ હતુ.તોફાનના કારણે આગરામાં તાજમહેલને ભારે નુકસાન થયુ હતુ. દુનિયાના અજાયબીમાં સામેલ તાજ મહેલના દક્ષિણ અને રોયલ ગેટ્‌સના પથ્થરની મિનારો તુટી ગઇ હતી. ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના કારણે દક્ષિણ ગેટની એક મિનાર અને નાના સફેદ પથ્થરને નુકસાન થયુ હતુ. પ્રચંડ વાવાઝોડામાં તાજમહેલના મુખ્યપ્રવેશ દરવાજા એ રોજા પર સ્થિત ૧૨ ફુટની મિનાર પણ જોરદાર પવનના કારણે તુટી ગઇ હતી. તોફાનના કારણે આગરામાં અન્યત્ર પણ નુકસાન થયુ હતુ. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા અને વીજળીના થાંભળા તુટી પડ્યા હતા.
હવામાનમાં પલટા વચ્ચે માત્ર ગુજરાત, દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં જ વરસાદ થઇ રહ્યો નથી બલ્કે પંજાબ, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ વરસાદ થયો છે. જેથી ખેૃડુત સમુદાય ચિંતાતુર છે. ઉત્તર ભારતની સાથે સાથે ગુજરાતના અનેક ભાગોમાં પણ કમોસમી વરસાદ થયો હતો.

Related posts

Infiltration in J&K’s LoC after 6 years, 2 Terrorists killed in Gurez sector of Dras

aapnugujarat

વીરભદ્રસિંહના ફાર્મ હાઉસને ટાંચમાં લેવાયું : રિપોર્ટ

aapnugujarat

टेरर फंडिंग मामले में यासीन मलिक को हिरासत में लिया गया : अलगाववादियों को बैठक करने पर रोक लगाई गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1