Aapnu Gujarat
મનોરંજન

રણવીરસિંહ ઝોયા અખ્તરની નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

સંજયલીલાની ફિલ્મ પદ્માવતમાં કામ કર્યા બાદ લોકપ્રિયતા મેળવી રહેલા રણવીરસિહ પાસે વધુ એક સારી ફિલ્મ આવી હોવાના હેવાલ મળ્યા છે. આ ફિલ્મમાં તે સ્ટ્રીટ રેપર તરીકેની ભૂમિકા અદા કરનાર છે. મળેલી માહિત મુજબ રણવીરસિંહ ઝોયા અખ્તરની ફિલ્મમાં દેખાશે. આની પસંદગી કરી લેવામાં આવી છે. આ ફિલ્મ મુંબઇ સ્થિત રેપર નાજી પર આધારિત રહેશે. જેની લાઇફ તમામ લોકો માટે પ્રેરણા સમાન રહી છે. ગુલ્લી બોય ફિલ્મનનુ નામ રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મ ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. મુંબઇની ચાલીમાં રહેતા રેપર્સનીસ્ટોરીને આવરી લઇને આ ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. ૩૧ વર્ષીય સ્ટાર ફિલ્મમાં કામ કરી રહ્યો છે તે અંગે પુછવામાં આવતા નાજીએ રણવીર સિંહ ફિલ્મ કરી રહ્યો છે. કેટલીક બાબતો હજુ એવી રહેલી છે જે જાહેર કરવામાં આવી નથી. હાલમાં રણવીર સિંહ કેટલાક પ્રોજેક્ટ પર એક સાથે કામ કરી રહ્યો છે. ઝોયા અખતર હમેંશા ચર્ચા જગાવે તેવી ફિલ્મો બનાવવા માટે જાણીતી રહી છે. ફિલ્મના સંબંધમાં હજુ સુધી વધારે માહિતી જાહેર કરવામં આવી નથી. જો કે ફિલ્મમાં તેની ભૂમિકા જોરદાર અને પડકારૂપ રહેશે. હાલમાં સંગીત પર આધારિત કેટલીક ફિલ્મો બની રહી છે. સાથે સાથે આત્મકથા પર ફિલ્મોનો ક્રેઝ ચાલી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી કોણ રહેશે તે અંગે હજુ સુધી સસ્પેન્સ છે.

Related posts

तापसी ने छोड़ दी अनुराग बसु कि ‘वमूनिया’ फिल्म

aapnugujarat

સલમાન જો માફી નહીં માગે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે : Lawrence Bishnoi

aapnugujarat

મલાઇકા દબંગ-૩ ફિલ્મમાં ભૂમિકા નહીં કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1