Aapnu Gujarat
ગુજરાત

ઠક્કરનગર વિસ્તારમાં આવેલ અંબિકા પેટ્રોલપંપનાં કર્મચારીએ બોટલમાં પેટ્રોલ ન આપતાં ત્રણ શખ્સોએ ઢોર માર માર્યો

શહેરના ઠક્કરનગરમાં આવેલી હિરાવાડી ખાતેના અંબિકા પેટ્રોલપંપ પર બે દિવસ પહેલાં વહેલી સવારે પંપ પરના કર્મચારીએ બોટલમાં પેટ્રોલ ભરી આપવાનો ઇન્કાર કરતાં નારાજ થયેલા યુવકો દ્વારા પેટ્રોલ પંપના કર્મચારીને લાકડીથી અને ગડદાપાટુનો ઢોર મારી ગંભીર ઇજા પહોંચાડાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કૃષ્ણનગર પોલીસે આ સમગ્ર બનાવ અંગેના સીસીટીવી ફુટેજ જપ્ત કરી આરોપી શખ્સોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો, પેટ્રોલ પંપના ઇજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ઠક્કરનગર વિસ્તારમાં હીરાવાડી ખાતે આવેલા અંબિકા પેટ્રોલ પંપ પર એક બાઇક સવાર બોટલમાં પેટ્રોલ લેવા આવ્યો હતો. જોકે ત્યાં પેટ્રોલ પંપ પર કામ કરી રહેલા કર્મચારી રાહુલસિંહ ચૌહાણે આ બાઇક ચાલકને બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી હતી. જે બાબતે બાઇક ચાલક ગુસ્સો થઇ કર્મચારીને મનફાવે તેમ બોલી ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી આ શખ્સ બીજા બે યુવકને બોલાવી લાવ્યો હતો. આ ત્રણેય યુવકે ભેગા થઇ પેટ્રોલ પંપ પર રહેલા કર્મચારીને લાકડી તથા ગડદાપાટુનો ઢોર માર મારવા માંડયા હતા. આઘાતજનક વાત એ હતી કે, પેટ્રોલપંપ કર્મચારીને માર ખાતો જોવા છતાં સ્થાનિક લોકોમાંથી કોઇએ તેને છોડાવવાના પ્રયાસ સુધ્ધાં કર્યા ન હતા. બાદમાં ઇજાગ્રસ્ત કર્મચારીને ઈજા થતાં ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજીબાજુ, કૃષ્ણનગર પોલીસે સમગ્ર મામલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાના સીસીટીવી ફુટેજ મેળવી તેમાં નજરે પડતાં આરોપી શખ્સોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

Related posts

ગુજરાતમાં ભીષણ ગરમી : પારો ૪૫થી ઉપર

aapnugujarat

સગીર વયે શારીરિક સંબંધ બાંધવામાં દસ વર્ષની સજા : ગુજરાત હાઈકોર્ટ

aapnugujarat

વિજાપુર નગર પાલિકા ફાયર સ્ટાફ દ્વારા ફાયર એન્ડ રેસ્ક્યુ મોકડ્રીલ યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1