Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ચેન્નાઈ સુપર અને કેકેઆર વચ્ચે આવતીકાલે રોચક જંગ

ચેન્નાઈમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની મેચમાં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જોરદાર ટક્કર થશે. બંને ટીમો પોતપાતની પ્રથમ મેચ જીતી ચુકી છે. ચેન્નાઈ સુપરે ઉદ્‌ઘાટન મેચમાં ગયા વર્ષની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સને એક બોલ ફેંકવાનો બાકી હતો ત્યારે એક વિકેટે રોમાંચક જીત મેળવી હતી. આની સાથે જ ચેન્નાઈ સુપરે વિજયી શરૂઆત કરી હતી. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે ગઇકાલે રાત્રે શાહરુખખાનની ઉપસ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપર ચાર વિકેટે જીત મેળવી હતી. સાત બોલ ફેંકવાના બાકી હતા ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, મેક્કુલમ જેવા ધરખમ ખેલાડીઓની હાજરી ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપર જીત મેળવી હતી. હવે આવતીકાલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર પોતપોતાની વિજયી કુચને જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ધોની અને દિનેશ કાર્તિકની ફરી એકવાર કસોટી થશે. ધોની પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા બાદ આવતીકાલે શાનદાર દેખાવ કરી શકે છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે. શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપરે ગયા વર્ષના ચેમ્પિયન મુંબઈ ઉપર જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. અગાઉની સિઝન ઉપર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે, દરેક સિઝનમાં ગુજરાતના કોઇ ખેલાડીએ ભવ્ય દેખાવ કર્યો છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમાનાર છે જેમાં ઇરફાન, યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. ઇન્ડિયન પ્રિમિયર લીગમાં દુનિયાના તમામ ખેલાડીઓ રમી રહ્યા હોવાથી ભારતના યુવા ઉભરતા ખેલાડીઓને શાનદાર દેખાવ કરીને આંતરરાષ્ટ્ર્‌યી સ્તર પર ઉભરી આવવાની તક છે.

Related posts

Zaheer की सफलता उनके चरित्र की ताकत को दर्शाता है : Laxman

editor

સંજીવ પુરીની નવા લીડર તરીકે ITC દ્વારા વરણી

aapnugujarat

મસ્જિદમાં નમાઝ સંદર્ભે ચુકાદો મોટી બેંચને મોકલવા સુપ્રીમનો ઇનકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1