Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મસ્જિદમાં નમાઝ સંદર્ભે ચુકાદો મોટી બેંચને મોકલવા સુપ્રીમનો ઇનકાર

સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની બેંચના મસ્જિદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો છે. મસ્જિદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સોંપવાનો સાફ શબ્દોમાં આજે ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે આ દુરગામી ચુકાદો આપ્યા બાદ તેની સીધી અસર થવાના સંકેત દેખાઈ રહ્યા છે. કોર્ટના આ ચુકાદાને મુસ્લિમ પક્ષકારો માટે મોટા ફટકા તરીકે ગણાવુામાં આવે છે. આ ચુકાદા બાદ અયોધ્યા વિવાદની સુનાવણીથી મોટી અડચણ દૂર થઇ ગઈ છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદા ઉપર રાજકીય નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. ભાજપે આ ચુકાદાનું સ્વાગત કર્યું છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભુષણે ૨-૧ની બહુમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી છે. હવે ૨૯મી ઓક્ટોબરથી અયોધ્યા વિવાદ ટાઇટલ મામલામાં સુનાવણી શરૂ થશે. અયોધ્યા વિવાદમાં સુનાવણી ત્રણ જજની બેંચ દ્વારા હાથ ધરવામાં આવશે. રામ જન્મભૂમિ મામલામાં આ ચુકાદો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. અયોધ્યા કેસમાં સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમની બેંચે મસ્જિદમાં નમાઝ અંગે ૧૯૯૪ના ચુકાદાને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે મસ્જિદ ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે કે કેમ તે સંદર્ભમાં ૧૯૯૪ના ચુકાદા ઉપર ફરીથી વિચારણા કરવા મોટી બેંચને આ મામલાને સોંપવાનો ઇન્કાર કરી દીધો છે. આજે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ૧૯૯૪ના જજમેન્ટને ફરીથી પરીક્ષણ કરવાની કોઇ જરૂર નથી. મુસ્લિમ પક્ષકારો તરફથી દલીલ આપવામાં આવી હતી કે, ૧૯૯૪માં ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમે ચુકાદામાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામના અખંડ હિસ્સા તરીકે નથી. આવી સ્થિતિમાં ચુકાદામાં ફરી ધ્યાન આપવાની જરૂર છે. જસ્ટિસ ભૂષણે પોતાના અને સીજેઆઈ દિપક મિશ્રા તરફથી આપવામાં આવેલા ચુકાદામાં કહ્યું છે કે, અમને સંદર્ભમાં ધ્યાન આપવાની જરૂર છે. બહુમતિ ચુકાદો આજે આપવામાં આવ્યો હતો. પાંચમી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે જ્યારે અયોધ્યા મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલો માત્ર જમીન વિવાદનો છે પરંતુ મુસ્લિમ પક્ષકાર તરફથી રજૂ થયેલા રાજીવ ધવને દલીલ કરી હતી કે, નમાઝ અદા કરવાનો અધિકાર છે અને તેને યોગ્યરીતે રાખવો જોઇએ. નમાઝ અદા કરવાની બાબત ધાર્મિક પ્રથા તરીકે છે અને આ અધિકારથી વંચિત રાખી શકાય નહીં. તે ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે. મુસ્લિમ માટે મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત જરૂરી નથી તે અંગે ધવને દલીલ કરી હતી કે, ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો અખંડ ભાગ નથી.

Related posts

ટેક્સના સ્લેબ અને મુક્તિને લઇ ફરીથી સમીક્ષાની વકી : ગુલાબી બજેટ રજૂ કરવાને લઇ જેટલી સામે પડકારો

aapnugujarat

પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો

editor

બંગાળ, ઓડિશા પર ૨૬મીએ વાવાઝોડું ત્રાટકશે

editor

Leave a Comment

UA-96247877-1