Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની આઠ કંપનીઓની મૂડી ૮૬૦૦૦ કરોડ વધી ગઇ

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર વધારો થયો છે. આઠ કંપનીઓની માર્કેટ મૂડી સંયુક્તરીતે ૮૬૦૦૦ કરોડની આસપાસ વધી છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને ઇન્ફોસીસ સિવાય બાકીની આઠ બ્લુચીપ કંપનીઓની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન તેમની માર્કેટ મૂડીમાં કુલ ૮૫૯૯૮.૨૮ કરોડનો વધારો થયો છે. આઈટીની મહાકાય કંપની ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૧૯૨૧૯.૪૫ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૫૬૪૬૫૭.૪૧ કરોડ થઇ છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૧૭૦૭૧.૮૯ કરોડ વધીને ૫૭૬૨૯૪.૮૮ કરોડ થઇ છે. માર્કેટ મૂડીમાં પ્રથમ સ્થાન પર રહેવા માટે આગામી સપ્તાહમાં ટીસીએસ અને આરઆઈએલ વચ્ચે જોરદાર સ્પર્ધા રહી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૫૯૭૩.૧૧ કરોડ અને ૧૦૪૧૨.૭૦ કરોડનો વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી ૮૬૦૪ કરોડ વધીને ૨૯૭૭૬૩.૪૦ કરોડ થઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ૮૧૦૯.૬૬ કરોડ વધીને હવે ૪૯૮૯૫૮.૧ કરોડ થઇ છે. આઈટીની માર્કેટ મૂડી અને એચડીએફસીની માર્કેટ મૂડી પણ વધી છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન બે કંપનીઓની માર્કેટ મૂડી ઘટી છે જેમાં ઓએનજીસીની માર્કેટ મૂડી ૧૧૫૪.૯૯ કરોડ ઘટીને ૨૨૭૦૧૯.૯૩ કરોડ થઇ છે. આવી જ રીતે ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૧૧૧૩.૯૦ કરોડ ઘટીને ૨૪૬૯૫૨.૦૨ કરોડ થઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ સ્થાને છે પરંતુ ટીસીએસ વધારે પાછળ નહીં હોવાથી આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા રહેશે. આ સપ્તાહમાં પુરા થયેલા ગાળા દરમિયાન સેંસેક્સ ૬૫૮ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૧૮ પોઇન્ટ ઉછળીને નવી સુધારાવાળી સપાટી ઉપર રહ્યો હતો. શેરબજારમાં તમામ કંપનીઓની નજર હવે કેન્દ્રિત રહેશે. કોર્પોરેટ જગતમાં ટોપની કંપનીઓ નવા સપ્તાહમાં કેવો દેખાવ કરે છે તેના ઉપર તમામનું ધ્યાન છે.

Related posts

केंद्रीय बैंक के अधिशेष भंडार का मूल्य तय करते हुए सजग रहने की जरूरत है : सुब्बाराव

aapnugujarat

નવા ડેબિટ કાર્ડમાં હેકિંગની આશંકા, એસબીઆઈએ ગ્રાહકોને કર્યા એલર્ટ

aapnugujarat

સેન્સેક્સમાં ૧૯૬ પોઈન્ટનો સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1