Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રવિણ તોગડિયાએ કહ્યું રામજન્મભૂમિ આંદોલન શરુ કરનાર એક કોંગ્રેસી નેતા હતા

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું રામમંદિર વિશે કહ્યું છે કે રામજન્મભૂમિ આંદોલન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કે ભાજપ દ્વારા નહીં પણ એક કોંગ્રેસી નેતા દ્વારા શરુ કરાયુ હતું.પ્રવિણ તોગડિયાએ રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને સંબોધિત કર્યા હતાં. પોતાના સંબોધનની શરુઆતમાં જ તેમણે કહ્યું હતું કે લોકો માને છે કે રામજન્મભૂમિ આંદોલન વિશ્વ હિન્દુ પરિષદે શરુ કર્યું હતું. પરંતુ ખરેખરમાં આ વાત સાચી નથી. રામજન્મભૂમિ આંદોલન ઉત્તર પ્રદેશના મુરાબાદના દાઉદયાળ ખન્નાએ શરુ કર્યું હતું અને તેઓ કોઈ ભાજપના નહીં પણ કોંગ્રેસના નેતા હતા. કોંગ્રેસના નેતાના રૂપમાં તેઓ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકારમાં મંત્રી પણ હતા. રામજન્મભૂમિ આંદોલન કોઈ ભાજપના નેતાએ શરુ નથી કર્યું.તોગડિયાએ કહ્યું હતું કે દેશમાં ભાજપની બહુમતિવાળી સરકાર બન્યા છતાં પણ આજે રામંદિરનું સ્વપ્ન અધુરુ છે અને હવે કહે છે કે કેસ કોર્ટમાં છે ચુકાદો આવે ત્યા સુધી રાહ જુઓ. તો પછી બાબરી ધ્વંજ સમયે કારસેવકોને આગળ વધવા માટે શા માટે કહેવાતુ હતું? શું હવે તેઓ કારસેવકોના બલીદાનને ભૂલી ગયા છે?પ્રવિણ તોગડિયાએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતો બાદ હવે વેપાર તૂટી પડતા વેપારીઓ પણ આત્મહત્યા કરી રહ્યા છે. લોકો પાસે શિક્ષણ માટે ફી ભરવા પૈસા નથી. આજે આપણે ગરીબી, બેકારી, આત્મહત્યા, બંધ થતા કારખાનાઓમાં આગળ વધ્યા છીએ.

Related posts

पुलवामा में ३ आतंकियों को सुरक्षा बलों ने फूंका

aapnugujarat

खादी के जरिए १ करोड़ युवा को रोजगार देगी योगी सरकार

aapnugujarat

अमरनाथ यात्रा में अलगाववादी बाधा बने, श्रद्धालुओं की आवाजाही रोकी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1