Aapnu Gujarat
બ્લોગ

એચ-૧બી ફાઇલિંગમાં મોટો ઘટાડો નોંધાયો : રિપોર્ટ

ભારતીય કંપની દ્વારા એચ-૧બી ફાઇલિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમેરિકી અખબારોમાં આ અંગેના અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા બાદ નવી વિગતો સપાટી ઉપર આવી છે. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એચ-૧બી વિઝા માટેની માંગણીમાં ઘટાડો થઇ રહ્યો છે. કઠોર ધારા ધોરણોને આના માટે મુખ્યરીતે જવાબદાર ગણવામાં આવે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કઠોર ઇમિગ્રેશન વિરોધી વલણ અપનાવવામાં આવ્યા બાદ ભારતીય કંપનીઓ આને લઇને ઉદાસીન દેખાઈ રહી છે. સેન્ટ ફ્રાન્સિસ્કોના કેટલાક અધિકારીઓએ કહ્યું છે કે, એચ-૧બી વિઝા પ્રોગ્રામ માટે અરજીઓ ઘટી છે. ઘણા વર્ષની કેટલીક અરજીઓ પેન્ડિંગ પણ રહેલી છે. કઅરજીદારો અને કંપનીઓ ઉપર આની માઠી અસર થઇ છે. એચ-૧બી વિઝા નોન ઇમિગ્રન્ટ વિઝા તરીકે છે. જે અમેરિકી કંપનીઓને સ્પેશિયાલિટી કારોબારમાં વિદેશી વર્કરોને નોકરી આપવાની મંજુરી આપે છે. ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓને ભરતી કરવા માટે ટેકનોલોજી કંપની આના પર આધારિત રહે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અતિકઠોર વલણ હાલના દિવસોમાં અપનાવવામાં આવ્યું છે. કેટલાક અખબારોની દલીલ છે કે, અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે, અમેરિકી અર્થતંત્ર માટે વિદેશમાં જન્મેલા વર્કરો ખુબ જ અસરકારક રહ્યા છે. અમેરિકામાં જન્મેલા વર્કરો પણ ઉપયોગી રહ્યા છે. જ્યારે કંપનીઓને શ્રેષ્ઠ કુશળતા સાથે ભરતી કરવાની મંજુરી આપવામાં આવે છે ત્યારે કેટલીક દલીલબાજી પણ કરવામાં આવે છે. અમેરિકી અખબાર વોલસ્ટ્રીટ જનરલે કહ્યું છે કે, જોબ માર્કેટને લઇને અનિશ્ચિતતાનું વાતાવરણ રહેલું છે. ટેકનોલોજી સેક્ટરમાં બેરોજગારીનો દર સંપૂર્ણ રોજગારી સ્તર કરતા ઓછો રહ્યો છે. ઘણી બધી નોકરીઓ છે પરંતુ આ જગ્યા ભરવા માટે કુશળ કર્મીઓ નથી.

Related posts

માયાવતી-અખિલેશે કૉંગ્રેસને કોરાણે મૂકી…રાહુલ ગાંધીને કોઈ ફર્ક જ ન પડ્યો..!!

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

भारत की विश्व – भूमिका

editor

Leave a Comment

UA-96247877-1