Aapnu Gujarat
બિઝનેસ

ભારતીય બજાર માટે ટોયોટા અને મારુતિએ કર્યું ગઠબંધન

હવે એ દિવસો દૂર નથી કે જ્યારે ટોયોટા મારુતિની બલેનો અને બ્રેઝા ગાડી વેચશે. જાપાનની બે મોટી કાર કંપની ટોયોટા અને સુઝૂકી મોટર્સે હાથ મીલાવ્યાં છે. બંને કંપનીઓએ કરાર કર્યા છે કે ભારતમાં બંને કંપનીઓ સાથે મળીને એકબીજાની ગાડીઓ વેચશે.બંને કંપનીઓ હાઈબ્રિડ કાર અને અન્ય ગાડીઓ એકબીજાને સપ્લાય કરશે. કરાર અનુસાર સુઝૂકી ટોયોટાને પોતાની પ્રીમિયમ હેચબેક કાર બલેનો અને અને કોમ્પેક્ટ એસયૂવી વિટારા બ્રેઝાનો સપ્લાય કરશે જ્યારે ટોયોટા તેને પોતાની સેડાન કાર કરોલા આપશે.આ કરાર બંને કંપનીઓ વચ્ચે ભારતમાં બનેલી ગાડીઓ માટે અને ભારતીય બજાર માટે જ થયો છે. આ બંને કંપનીઓ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત વધારેમાં વધારે ભારતમાં બનેલા પાટ્‌ર્સનો ઉપયોગ કરશે જેથી ભારતીય કારબજારમાં પોતાની ભાગીદારી વધારી શકે.

Related posts

अहमदाबाद से मुंबई-दिल्ली की एयर टिकट यूएस से भी महंगी

aapnugujarat

મુકેશ અંબાણી ફોરેન પોલિસી મેગેઝીનની ટોપ-૧૦૦ ગ્લોબલ થિંકર્સ લિસ્ટમાં સામેલ

aapnugujarat

સરકારે બે વર્ષમાં ૭૦૦૦ અબજ રૂપિયાનું વિદેશી રોકાણ આકર્ષિત કરવાનું લક્ષ્ય રાખ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1