Aapnu Gujarat
રમતગમત

ન્યુઝીલેન્ડની ઇંગ્લેન્ડ ઉપર ઇનિંગ્સ અને ૪૯ રને જીત

ઓકલેન્ડ ખાતે રમાઈ રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે પાંચમાં અને અંતિમ દિવસે ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડ ઉપર શાનદાર જીત મેળવી લીધી હતી. ન્યુઝીલેન્ડે ઇનિંગ્સ અને ૪૯ રનના અંતરથી આ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડની ટીમ તેના બીજા દાવમાં ૩૨૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બોલ્ટે ત્રણ અને વાગનરે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સમગ્ર ટેસ્ટ મેચમાં જોરદાર દેખાવ કરવા બદલ બોલ્ટની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આજે ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ ૬૬ રન કરીને આઉટ થયો હતો જ્યારે વોક્સ બાવન રન કરીને આઉટ થયો હતો. આ ટેસ્ટ મેચમાં અનેક ઉતારચઢાવની સ્થિતિ પ્રથમ દિવસથી જ જોવા મળી હતી. પ્રથમ દિવસે જ ઇંગ્લેન્ડની ટીમ ૫૮ રનમાં ઓલઆઉટ થયા બાદ ન્યુઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં આઠ વિકેટે ૪૨૭ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. આના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ તેના બીજા દાવમાં ગઇકાલના સ્કોરથી આગળ રમ્યા બાદ આજે ૩૨૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. આની સાથે જ આ ટેસ્ટ મેચમાં તેની કારમી હાર થઇ હતી. ઇંગ્લેન્ડની ટીમ ઇનિંગ્સ અને ૪૯ રનથી હારી ગઈ હતી. આ ટેસ્ટ મેચમાં હાર બાદ ઇંગ્લેન્ડ સામે તકલીફ વધી ગઈ છે. બોલ્ટ સમગ્ર શ્રેણીમાં ઘાતક પુરવાર થઇ રહ્યો છે. ઓકલેન્ડ ખાતે શરૂ થયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની શરમજનક રમત રહી હતી. ઇંગ્લેન્ડની ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર ૫૮ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જો કે ઇંગ્લેન્ડે અગાઉના તેના સૌથી ઓછા જુમલાના આંકડાને પાર કરી લેવામાં સફળતા મેળવી હતી. કમાલની ફાટ બોલિંગ અને તોફાની બોલિંગના કારણે ઇંગ્લેન્ડના બેટ્‌સમેનો મેદાનમાં ટકી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉથીએ જોરદાર દેખાવ કર્યો હતો. ઝડપી ઉછાળ વાળી વિકેટનો સંપૂર્ણ લાભ બોલ્ટે ઉઠાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે એક વખતે નવ વિકેટ તો માત્ર ૨૩ રનમાં ગુમાવી દીધી હતી. તેના પર ટેસ્ટ મેચમાં સૌથી ઓછા જુમલા પર આઉટ થવાનુ સંકટ હતુ. જો કે ક્રેગ ઓવરટને ૩૩ રનની ઇનિગ્સ રમીને પોતાની ટીમની લાજ કેટલાક અંશે બચાવી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો જુમલો ૨૬ રનનો રહ્યો છે. સંજોગની વાત એ છે કે આ જ મેદાન પર સૌથી ઓછો જુમલો થયો હતો. ૨૫મી માર્ચ ૧૯૫૫ના દિવસે ઇંગ્લેન્ડની સામે ન્યુઝીલેન્ડ ૨૬ રનમાં આઉટ થયુ હતુ. બોલ્ટે છ વિકેટ લઇને જોરદાર તરખાટ મચાવ્યો હતો. ટીમ સાઉથીએ ચાર વિકેટ ઝડપીને બોલ્ટને સાથ આપ્યો હતો.

Related posts

द. अफ्रीका के 2 विकेट गिरे, बरसात से रुका मैच

aapnugujarat

હનુમા વિહારીએ ફટકારી તોફાની સદી

aapnugujarat

हार के बाद बोले पंजाब के कप्तान, हमारे शॉट्स फील्डरों के हाथ में जा रहे थे

editor

Leave a Comment

UA-96247877-1