Aapnu Gujarat
બ્લોગ

લીવર કેન્સરના દર્દીઓ માટે ખુશખબર, વિશેષ પ્રોટીનની શોધ

લીવરમાં અનિયંત્રિત કેન્સરની કોશિકાઓના ફેલાવાને અટકાવવા માટે વૈજ્ઞાનિકોએ વિશેષ પ્રકારના પ્રોટીનની શોધ કરી છે. આ પ્રોટીનનું નામ એલએચપીપી રખાયું છે. આ શોધ અંગે નેચર નામના જર્નલમાં જણાવ્યું છે કે લીવરમાં કેન્સરની ઓળખ તથા નિદાન માટે બાયોમાર્કર એટલે કે જૈવિક સ્થિતિનો આ પ્રોટીન માર્ગદર્શક થઈ શકે છે. સામાન્ય રીતે લીવરના કેન્સરનું નિદાન થાય છે ત્યારે ખુબ જ વિલંબ થઈ ગયો હોય છે. આથી કેન્સરનો ભારે ફેલાવો થઈ ગયો હોય છે અને લીવરને ભારે હાનિ પહોંચી ગઈ હોય છે. વળી બીમારીની સારવાર પણ મુશ્કેલ થઈ જાય છે.સંશોધનકર્તાઓના જણાવ્યા અનુસાર કેન્સર-નિવારક આ પ્રોટીનને લીધે ડોકટરોને વધુ સારી સારવારનો વિકલ્પ મળી રહેશે. આ શોધના લેખક અને સ્વિત્ઝર્લેન્ડની બાસેલ યુનિવર્સિટીના સાંવત હુંદુપુરે જણાવ્યું હતું કે એલએચપીપી તંદુરસ્ત લીવરમાં જોવા મળે છે અને ટ્યુમર ધરાવતા લીવરતમાં તે જરાય હોતું નથી.

Related posts

” મા નું શ્રાદ્ધ ! “

aapnugujarat

नेताशाहों और नौकरशाहों को सीधा करें

aapnugujarat

હજી મોદી શાહની જોડીને ઓછી ન આંકી શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1