Aapnu Gujarat
બ્લોગ

આવતા સપ્તાહે પૃથ્વીને અથડાશે ચીનનું બેકાબૂ સ્પેસ સ્ટેશન!

(ખૂબ જ ઝેરી કેમિકલ્સવાળું ચીનનું બેકાબુ થયેલ સ્પેસ સ્ટેશન ટૂંક સમયમાં જ ન્યૂયોર્ક સહિત દુનિયાના મોટા શહેરોને અથડાઇ શકે છે. શોધમાં ખબર પડી કે ચીનનું પહેલું સ્પેસ સ્ટેશન તિયાનગૉન્ગ-૧ ૩૦ માર્ચથી ૬ એપ્રિલની વચ્ચે પૃથ્વી પર અથડાઇ શકે છે.નિષ્ણાતોએ તેને ૪૩ ડિગ્રી ઉત્તર દક્ષિણ અક્ષાંશ પર પડનાર સ્થળો પર તૂટવાની આશંકા વ્યક્ત કરી છે. આ જગ્યા ગીચ વસતી ધરાવતા ન્યૂયોર્ક, બાર્સિલોના, પેઇચિંગ, શિકાગો, ઇસ્તાંબુલ, રોમ અને ટોરેન્ટો હોઇ શકે છે.સાડા આઠ ટન વજનવાળું આ સ્પેસ સ્ટેશન ૨૦૧૬ની સાલમાં જ પોતાનું નિયંત્રણ ગુમાવી ચૂકયું હતું અને ત્યાંથી તે ધરતીની તરફ ગબડી રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે આ સ્પેસક્રાફ્ટનો મોટો હિસ્સો પડતા સમયે બળીને ખાક થઇ જશે પરંતુ ૧૦થી ૪૦ ટકા હિસ્સો કાટમાળના રૂપમાં રહી શકે છે અને તેમાં ખતરનાક કેમિકલ્સ હોઇ શકે છે.તાજેતરમાં જ આ સ્પેસક્રાફ્ટ પૃથ્વીની તરફ ઝડપથી આગળ લપસવા લાગ્યું છે. હાલ આ યાન ૬ કિલોમીટર પ્રતિ સપ્તાહની ઝડપથી ધરતીની તરફ આવી રહ્યું છે. ઑક્ટોબર ૨૦૧૭માં આ સ્પીડ એક સપ્તાહમાં ૧.૫ કિલોમીટરની હતી.ચીને આ સ્પેસક્રાફ્ટ ૨૦૧૧ની સાલમાં લૉન્ચ કર્યું હતું. અંતરિક્ષયાનોના ઇતિહાસમાં અત્યાર સુધી પૃથ્વી પર પડવાના લીધે કોઇ અકસ્માત થયાની પુષ્ટિ થઇ નથી.

Related posts

पिछले एक वर्ष में ५० फिसदी लोगो ने रिश्वत देने की बात स्वीकार की है : ओनलाईन सर्वे

aapnugujarat

પ્રદુષિત પાણી પીવાથી લોકો પર દવાની અસર નહીંવત છે : રિપોર્ટ

aapnugujarat

आपका जीवन साथी कौन है?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1