Aapnu Gujarat
મનોરંજન

સલમાનની સાથે હવે પ્રિયંકા ચોપડા નજરે પડશે

હાલનાં દિવસોમાં બોલિવુડની નવી નવી જોડીને ચમકાવવાનો દોર ચાલી રહ્યો છે ત્યારે અલી અબ્બાસ જફર આનાથી હટીને લોકપ્રિય જોડીને સાથે ચમકાવવાના પ્રયાસમાં છે. પ્રાપ્ત હેવાલ મુજબ તેમની ભારત નામની ફિલ્મમાં હવે સલમાનની સાથે પ્રિયંકા ચોપડા હોઇ શકે છે. એકબાજુ સલમાન ખાન બોલિવુડનો સૌથી સફળ સ્ટાર છે. તેના નામથી ફિલ્મો સુપરહિટ થઇ રહી છે. બીજ બાજુ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હવે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટને લઇને વ્યસ્ત બનેલી છે. જો કે હવે એવા અહેવાલ છે કે બન્ને સાથે કામ કરવા માટે તૈયાર થઇ ગયા છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાન ખાનની આવનારી ફિલ્મ ભારતમાં બન્ને સાથે દેખાશે. જો આવુ થશે તો બન્નેની જોડી ૧૦ વર્ષ બાદ ફરી એક સાથે નજરે પડશે. ભારત ફિલ્મનુ નિર્દેશન અલી અબ્બાસ જફર કરી રહ્યા છે. જે સલમાનની સાથે સુલ્તાન અને ટાઇગર જિન્દા હે જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચુક્યા છે.
પ્રિયંકા પણ અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં ગુન્ડે ફિલ્મમાં કામ કરી ચુકી છે. હાલમાં જ અલીએ પ્રિયંકા સાથે તેના લોકપ્રિય શો ક્વાન્ટિકોના શુટિંગ દરમિયાન ન્યુયોર્કમાં વાતચીત કરી હતી. થોડાક દિવસ પહેલા એવા હેવાલ પણ આવ્યા હતા કે અંતરિક્ષ યાક્ષી પર બનનાર ફિલ્મમાં તે આમીર ખાન સાથે દેખાશે. જ્યારે ફિલ્મ સાથે મોડેથી શાહરૂખ ખાનનુ નામ જોડાયુ ત્યારે પ્રિયંકા ખસી ગઇ હતી. સલમાન અને પ્રિયંકાની જોડ અગાઉ કેટલીક ફિલ્મોમાં સાથે ધુમ મચાવી ચુકી છે. જેમાં મુઝસે શાદી કરોગી, સલામે ઇશ્ક અને ગોડ તુસી ગ્રેટ હો ફિલ્મમાં નજરે પડી હતી. પ્રિયંકા બોલિવુડમાં સૌથી મોંઘી અને લોકપ્રિય અભિનેત્રી તરીકે રહી છે. તેની તમામ ફિલ્મો ધુમ મચાવી રહી છે. હોલિવુડની કેટલીક ફિલ્મો પણ પ્રિયંકા ચોપડા તેના હાથમાં ધરાવે છે.

Related posts

राजकुमार राव हॉरर-कॉमिडी फिल्म ‘रूह-अफजा’ में दिखेंगे

aapnugujarat

अभिनेताओं से वो सवाल न करें, जो उनसे संबंधित नहीं : मनोज बाजपेयी

editor

सोनाक्षा के इस टैलंट के मुरीद हुए सुशांत सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1