Aapnu Gujarat
બિઝનેસ

૬૪ બેંકોમાં ૧૧,૩૦૦ કરોડ રૂપિયા માટે કોઇ દાવેદાર નથી

રિઝર્વ બેંક દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા ડેટા મુજબ દેશની ૬૪ બેંકોના ત્રણ કરોડથી વધુ ખાતાઓમાં જમા ૧૧૩૦૨ કરોડ રૂપિયા લેવા માટે કોઇ દાવેદાર નથી. આ રકમમાં સૌથી વધારે રકમ સ્ટેટ બેંકમાં ૧૨૬૨ કરોડ રૂપિયા છે જ્યારે પંજાબ નેશનલ બેંકમાં ૧૨૫૦ કરોડ રૂપિયા છે. અન્ય સરકારી બેંકોંમાં કુલ મળીને ૭૦૪૦ કરોડ રૂપિયા છે. આ જંગી રકમ લેવા માટે કોઇપણ વ્યક્તિ આગળ આવી નથી. અલબત્ત આ રકમ સમગ્ર ભારતમાં બેંકોમાં જમા ૧૦૦ લોખ કરોડ રૂપિયાનો એક નાનકડો હિસ્સો છે. આઈઆઈએમ બેંગ્લોરમાં આરબીઆઈના પૂર્વ મુખ્ય પ્રોફેસર ચરણસિંહે કહ્યું છે કે, આ જમા રકમમાં મોટાભાગની રકમ એવા ખાતા ધારકોની છે જેમના મોત થઇ ચુક્યા છે. અથવા તો જેમની પાસે અનેક બેંકોમાં ખાતા છે. એવી શક્યતા છે કે, આમાથી મોટાભાગની રકમ બેનામી પણ થઇ શકે છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ની કલમ ૨૬ હેઠળ દરેક કેલેન્ડર વર્ષની પૂર્ણાહૂતિ થવાની ૩૦ દિવસની અંદર ભારતની તમામ બેંકો પોતાના ખાતાઓના સંદર્ભમાં આરબીઆઈને માહિતી આપે છે. આવી રકમ અંગે માહિતી આપવામાં આવે છે અથવા તો ખાતાઓ અંગે માહિતી આપવામાં આવે છે જે ખાતાઓનો ઉપયોગ છેલ્લા ૧૦ વર્ષથી કરવામાં આવ્યો નથી. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ની કલમ ૨૬એમાં કહેવામાં આવ્યું છે કે, ૧૦ વર્ષ બાદ પણ જમા કરનાર વ્યક્તિ આ રકમને લઇને દાવો કરી શકે છે. બેંકિંગ કંપની આ રકમને પરત આપવા માટે બંધાયેલી છે. ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં આ નિષ્ક્રિય ખાતાઓના સંદર્ભમાં માહિતી અપાઈ છે. આરબીઆઇના કહેવા મુજબ સાત ખાનગી બેંકની પાસે આવી રકમનો આંકડો ૮૨૪ કરોડ રૂપિયાનો રહ્યો છે જેમાં કોઇ દાવેદાર નથી. ૧૨ અન્ય પ્રાઇવેટ બેંકોની પાસે ૫૯૨ કરોડ રૂપિયા જમા છે. આવી જ રીતે પ્રાઇવેટ બેંકોમાં ૧૪૧૬ કરોડની જમા રકમ માટે કોઇ દાવેદાર નથી. પ્રાઇવેટ બેંકોની વાત કરવામાં આવે તો આઈસીઆઈસીઆઈ બેંકની પાસે ૪૭૬ કરોડ, કોટક મહિન્દ્રા બેંકની પાસે ૧૫૧ કરોડ રૂપિયાની રકમ એવી છે જેમાં કોઇ દાવેદાર નથી. અલબત્ત ૨૫ વિદેશી બેંકોની પાસે આવી જમા રકમ માત્ર ૩૩૨ કરોડ રૂપિયા છે જેમાં સૌથી વધારે ૧૦૫ કરોડ રૂપિયા એચએસબીસી બેંકમાં જમા છે જેના કોઇ દાવેદાર નથી.

Related posts

અદાણી ગ્રુપ દ્વારા કોનકોરન કંપની હસ્તગત કરવા ક્વાયત

aapnugujarat

એસી, ફ્રિજ અને ટીવીના વેચાણમાં ૯૦% ઉછાળો

aapnugujarat

HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ઉપર લેટ પેમેન્ટ ચાર્જ વધશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1