Aapnu Gujarat
બિઝનેસ

હવે પીએનબી બ્રેડી હાઉસ શાખામાં વધુ એક કૌભાંડ

પીએનબીની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાંચમાં આશરે ૯.૯ કરોડ રૂપિયાનું વધુ એક કૌભાંડ સપાટી ઉપર આવતા ખળભળાટ મચી ગયો છે. આજ બ્રાંચમાં નવો મામલો સપાટી ઉપર આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બ્રાંચમાં નિરવ મોદીની કંપનીઓને એલઓયુ જારી કરવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઈ સમક્ષ ફરિયાદ કરવામાં આવી ચુકી છે. પંજાબ નેશનલ બેંકમાં વધુ એક કૌભાંડ સપાટી ઉપર આવતા કારોબારીઓ અને રોકાણકારોમાં દહેશત ફેલાઈ ગઈ છે. પીએનબીએ પોતાની મુંબઈની એજ શાખાથી આશરે ૯.૯ કરોડ રૂપિયાની છેતરપિંડી અંગે માહિતી મેળવી છે. અહીંથી નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ જંગી ચુનો લગાવ્યો હતો. બેંકે આની ફરિયાદ પોલીસમાં નોંધાવી દીધી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનની વેબસાઇટ ઉપર પ્રકાશિત ફરિયાદ મુજબ નવા કેસમાં ચાંદરી પેપર એન્ડ એલાયડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓની મિલીભગત સપાટી ઉપર આવી છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પીએનબીની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ શાખાના કેટલાક અધિકારીઓની મિલીભગતથી જારી કરવામાં આવેલા બોગસ લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મારફતે ૧૧૨૦૦ કરોડ રૂપિયાનો બેંક ફ્રોડનો મામલો સપાટી ઉપર આવ્યો હતો જેથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ માહિતી પીએનબી તરફથી શેરબજારને આપવામાં આવી હતી. મોડેથી આ ફ્રોડનો આંકડો વધીને ૧૩૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ મામલામાં ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરાઈ રહી છે.

Related posts

હવે કંપનીએ ત્રણ દિવસમાં શેર્સનું લિસ્ટિંગ કરવાનું રહેશે : SEBI

aapnugujarat

જેટ એરવેઝના ફુડ મેન્યુ ઉપર કાતર ચાલે તેવી વકી

aapnugujarat

વિજય માલ્યાએ તેમના વિરુદ્ધ લગાવેલા આરોપોને આખરે પાયાવિહોણા ગણાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1