Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ખેડૂતો માટે અનેક યોજના ટૂંકમાં જાહેર

મહારાષ્ટ્રમાં હાલમાં જ ખેડૂતોએ મહાકાય દેખાવો અને ધરણા પ્રદર્શન કર્યા બાદ આ બાબતની ગંભીર નોંધ રાજસ્થાન અને મધ્યપ્રદેશ દ્વારા પણ લેવામાં આવી ચુકી છે.
બંને રાજ્ય સરકારોએ પહેલાથી જ ખેડૂત સંસ્થાઓ અને ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. વાતચીતના અનેક રાઉન્ડ યોજાઈ પણ ચુક્યા છે. ખેડૂતોની સમસ્યા તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓને અમલી બનાવવા માટે ભાજપ શાસિત રાજ્યોએ જોરદાર તૈયારી કરી લીધી છે. ભાજપ શાસિત આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને પણ વધારે સમય રહ્યો નથી ત્યારે ખેડૂત સમુદાયને સંતુષ્ટ કરવા માટે બંને સરકારોએ કમરકસી લીધી છે. મોટી સ્કીમો ખેડૂતો માટેની ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ હાલમાં જ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી અને ખેડૂતો માટે શ્રેણીબદ્ધ નવા પગલા જાહેર કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. ખેડૂતો માટે પગલાઓની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવી શકે છે. એક બાજુ વસુંધરા રાજેએ કૃષિની પરિસ્થિતિને લઇને દરરોજ માહિતી આપવા માટે પોતાના અધિકારીઓને સૂચના આપી છે. તેમના વિશ્વાસપાત્ર અધિકારીઓને આગામી થોડાક મહિનામાં વધુ નક્કર જવાબદારી સોંપવામાં આવનાર છે. બીજી બાજુ શિવરાજસિંહ ચૌહાણ કપાસ માટે ભાવાંતર સ્કીમને લંબાવવા માટેની યોજના ધરાવે છે. મધ્યપ્રદેશ ખેડૂતલક્ષી કલ્યાણ યોજનાઓમાં મોટા ફેરફાર કરીને ખેડૂતોને વધુ લાભ આપવા માટે ઇચ્છુક છે. મહારાષ્ટ્રમાં હાલમાં જ મોટી સંખ્યામાં ખેડૂતો વાણિજ્ય પાટનગર મુંબઈ પહોંચ્યા હતા અને દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકાર મોટાભાગની ખેડૂતોની માંગ સ્વીકારી ચુકી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ વર્ષે જ મોડેથી વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.
ખેડૂત કલ્યાણ યોજનાઓને વહેલીતકે અમલી કરવા માટે કમરકસી લેવામાં આવી છે. બંને મુખ્યમંત્રીઓએ ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે.
છેલ્લા એક વર્ષના ગાળામાં રાજસ્થાનની અંદર અનેક જગ્યાઓએ ખેડૂતો દેખાવો કરી ચુક્યા છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જયપુરથી ૧૦૦ કિલોમીટરના અંતરે શીકરમાં ખેડૂતો એકત્રિત થયા હતા.મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ભાવાંતર સ્કીમને લંબાવવાની યોજના ધરાવે છે. ખેડૂતોની સ્થિતિના સંદર્ભમાં માહિતી મેળવવા અને સર્વે કરવા એક કમિટિની રચના કરવામાં આવી છે જે એપ્રિલ સુધી મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કરનાર છે. મધ્યપ્રદેશમાં પ્રિન્સિપલ સેક્રેટરી રાજેશ રાજૌરાનું કહેવું છે કે, સરકાર આગામી મહિનાઓમાં વધુ ખેડૂતલક્ષી યોજનાઓ રજૂ કરવા માટે તૈયાર છે. મુખ્યમંત્રીને ખેડૂતોની સ્થિતિ અંગે દરસપ્તાહમાં માહિતી આપવામાં આવી રહી છે.

Related posts

मुझे तो खुद नोट बदल ने के लिए भारत आना पडा : राजन

aapnugujarat

एडमिरल करमबीर सिंह ने आज 24वें नौसेना अध्यक्ष के तौर पर कार्यभार ग्रहण किया

aapnugujarat

अयोध्या केस : सुप्रीम कोर्ट में चुनौती देगा ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1