Aapnu Gujarat
બિઝનેસ

તાતા TCSમાં ૧.૨૫ અબજ ડોલરનો હિસ્સો વેચવા ઇચ્છુક

ભારતના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ માટેની હોલ્ડિંગ કંપની તાતા સન્સે સોફ્ટવેર સર્વિસ ઉપલબ્ધ કરાવનાર તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)માં તેની હિસ્સેદારીના ૧.૨૫ અબજ ડોલરનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તાતા ટીસીએસમાં ૧.૨૫ અબજ ડોલરની તેની હિસ્સેદારી વેચનાર છે તેવા અહેવાલથી કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તાતા સન્સ એશિયાની સૌથી મોટી સોફ્ટવેર ડેવલપર કંપનીના ૨૮.૨૭ મિલિયન શેરની ઓફર કરનાર છે. અથવા તો ૧.૪૮ ટકાની હિસ્સેદારી રજૂ કરનાર છે. ગઇકાલે સોમવારના દિવસે આઅંગેની માહિતી રજૂ કરવામાં આવી હતી. કંપની ૨૮૭૨થી ૨૯૨૫ રૂપિયાના પ્રતિ શેરની કિંમતે પોતાના શેર વેચવાની યોજના ધરાવે છે. તાતા સન્સ તેના વાયરલેસ ડિવિઝનના ક્રેડિટર્સને નાણા ચુકવવા માટે આનો ઉપયોગ કરનાર છે. તાતાએ ગયા વર્ષે ભારતી એરટેલને તેની તાતા ટેલિસર્વિસની મોબાઇલ ફોનની પાંખને વેચી મારી હતી જેના ભાગરુપે યુનિટના નિયમો મુજબ જોગવાઈ કરવાની રહેશે. આ ઉપરાંત કેટલાક લિસ્ટેડ એકમોમાં તેના હિસ્સાને વધારવા માટે પણ આ ફંડનો ઉપયોગ કરવામાં આવનાર છે.
તાતા સન્સ ઇન્ડિયન હોટલમાં ૬.૬ ટકાની હિસ્સેદારી વધારાની ખરીદવાની યોજના ધરાવે છે. આ હિસ્સેદારી તાતા ટ્રસ્ટની રહેલી છે. સિટીગ્રુપ અને મોર્ગન સ્ટેઇનલી દ્વારા તાતા કન્સલટન્સીના શેરની ઓપનિંગની વ્યવસ્થા કરવામાં આવનાર છે. મંગળવારે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ટીસીએસના શેરમાં પાંચ ટકાની આસપાસનો ઘટાડો રહ્યો હતો.

Related posts

શેરબજારમાં જુદા જુદા પરિબળો વચ્ચે તેજી રહેવાના એંધાણ

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૪ની મૂડી ૩૦,૩૩૯ કરોડ ઘટી

aapnugujarat

नोटबंदी के दौरान कैश डिपॉजिट करने वालों को कॉल करेगा टैक्स डिपार्टमेंट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1