Aapnu Gujarat
રમતગમત

સમી સાથે સમાધાનની વાત કરશે તો પોતે દોષિત છે તેમ લાગશે : હસીન જહાં

ક્રિકેટર મોહમ્મદ સામી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહ્યો છે. આજે રવિવારના દિવસે પત્રકાર પરિષદ યોજીને હસીન જહાંએ પોતાની અનેક બાબતો સ્પષ્ટ કરી હતી. હસીન જહાંએ કહ્યું હતું કે, જો મોહમ્મદ સમી સંબંધો સુધારવા માટે પ્રયાસ કરશે તો તે ચોક્કસપણે વિચારણા કરશે પરંતુ તે પોતાની તરફથી કોઇ બાંધછોડ કરવા તૈયાર નથી. પોતાના તરફથી કોઇ સમાધાનના પ્રયાસ કરશે તો તે પોતે દોષિત છે તેવી બાબત જાહેર થશે. આવી સ્થિતિમાં તે પોતે સમાધાનના કોઇ પ્રયાસ હાથ ધરશે નહીં. સમીની પત્નિએ એમ પણ કહ્યું હતું કે, સંબંધો ખરાબ થવાને લઇને તિરાડો દેખાઈ રહી છે અને હવે સંબંધો સુધારવાને લઇને સંભાવના ઓછી દેખાઈ રહી છે છતાં પણ બાળકોને ધ્યાનમાં લઇને સ્થિતિ હળવી થાય તેવા તે ચોક્કસપણે પ્રયાસ કરશે. તેનું કહેવું છે કે, જો તે બાંધછોડના પ્રયાસ કરશે તો તમામને એવું લાગશે કે મોહમ્મદ સમી ઉપર મુકવામાં આવેલા આક્ષેપો ખોટા હતા. સમીના આરોપ ઉપર હસીને કહ્યું હતું કે, સમીએ કોઇપણ વાતનો જવાબ આપ્યો નથી. તે તમામ બાબતોને અયોગ્યરીતે રજૂ કરવાના પ્રયાસ કરી રહ્યો છે. હસીન જહાંએ એમ પણ કહ્યું હતું કે, મામલાની તપાસ બાદ જ વાસ્તવિકતા સપાટી ઉપર આવી શકશે. કોઇપણ ચોર વ્યક્તિ હમેશા કોર્ટમાં નિર્દોષ હોવાની વાત કરે છે પરંતુ કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ જ કોઇ નિર્ણય કરવામાં આવે છે. હસીન જહાંએ દોહરાવતા કહ્યું હતું કે, તેઓએ મિડિયાની સામે જે પુરાવા રજૂ કર્યા છે અને તેના ઉપર મોહમ્મદ સમી દ્વારા જે જવાબો આપવામાં આવ્યા છે તે તમામ ખોટા અને આધાર વગરના છે. હોળીના ફોટાઓ અને સાથે ઇન્ટરવ્યુના પ્રશ્ન પર હસીને કહ્યું હતું કે, સમી એ વખતે ભયભીત હતો. કારણ કે તેનો મોબાઇલ તેના હાથમાં આવી ગયો હતો. ગાડીમાં ફોન ગાયબ થવાથી સમી ભયભીત થયેલો હતો જેથી તે તેની સાથે સારુ વર્તન કરી રહ્યો હતો. જ્યારે તમામ પુરાવા મળ્યા ત્યારે તેને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. પ્રશ્નો કરાયા ત્યારે તે કોઇ વાતનો જવાબ આપી રહ્યો નથી. ચાર દિવસ સુધી સમીને સમજાવવાના પ્રયાસ પણ કર્યા હતા. સમી પોતાની ભુલ સ્વીકારે તેના માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ તમામ બાબતો કાબૂ બહાર થઇ છે. હસીને એવો દાવો પણ કર્યો છે કે, જો તે મોબાઇલ તેના હાથમાં ન લાગ્યો હોત તો તે આજે યુપીમાં રહ્યો હોત અને તેને તલાક માટેની નોટિસ પણ આપી ચુક્યો હોત. તે તેને તલાક આપવાની તૈયારીમાં હતો. પત્રકાર પરિષદ દરમિયન હસીન જહાં ભાવનાશીલ નજરે પડી હતી. હંમેશા મોહમ્મદ સમીએ ભુલો કરી હતી પરંતુ તે હંમેશા ઘર બચાવવાના પ્રયાસમાં રહી છે. હસીને મિડિયા સમક્ષ અપીલ કરતા કહ્યું હતું કે, પત્રકારો પણ મામલામાં તપાસ કરી શકે છે. તેમની પાસે અધિકારો છે. તાકાત છે. બીજી બાજુ સમી પોતાને હજુ પણ નિર્દોષ તરીકે ગણાવી રહ્યો છે. સમી તરફથી સમાધાનની વાત ઉપર હસીને કહ્યું હતું કે, તે હવે કોઇ મૂડમાં દેખાતી નથી. લડાઈ ખુબ દુર સુધી પહોંચી ચુકી છે. સમી જો કંઇ કહેવા માંગે છે તો હવે વકીલ મારફતે કહી શકે છે. તે હવે પોતાની પુત્રીના ભવિષ્યના સંદર્ભમાં વિચારશે.

Related posts

પાકિસ્તાન અન્ડર-૧૯ રાષ્ટ્રીય ટીમના કોચ બનવાના પ્રસ્તાવને યુનુસ ખાને નકાર્યો

aapnugujarat

Ishant out of Tests against Australia as he will not be match-fit in time

editor

एक दशक में 20 हजार रन बनाने पहले बल्लेबाज बने कोहली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1