Aapnu Gujarat
ગુજરાત

મા અન્નપૂર્ણા યોજનાથી ગરીબોને આવરી લેવાયા : જયેશ રાદડીયા

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું છે કે, રાજયમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે માત્ર ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા પુરા પાડવાના રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળમાં અન્નપૂર્ણા યોજના હેઠળ જરૂરીયાતમંદ ગરીબોને વિતરણ કરી રહી છે. નવસારી જિલ્લામાં મા અન્નપૂર્ણા યોજના હેઠળ અનાજના જથ્થાનું વિતરણ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું કે, તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૧,૦૨,૬૨૫.૬૯ મે.ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. મા અન્નપૂર્ણા યોજનામાં લેવાતી ફીંગરપ્રિન્ટ તેમજ આધાર લીન્ક બાબતે વિપક્ષના પ્રશ્નો ઉત્તરમાં જણાવ્યું કે, પારદર્શી રીતે જરૂરતમંદને જ આ યોજનાનો લાભ મળે તે માટે આ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. આધારલીન્ક બાબતે જણાવ્યું કે જે વિસ્તારોમાં મોબાઇલ લીન્કના પ્રશ્નમાં મેન્યુઅલી જથ્થાનું વિતરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. જેથી રાજ્યનો કોઈપણ ગરીબ આ યોજનાથી વંચિત ન રહે તે રાજ્ય સરકારનો હેતુ છે.

Related posts

સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં તુટેલા રસ્તાનો ઝોન વાઈઝ રિપોર્ટ આપવા ચર્ચા કરાઇ

aapnugujarat

લખતરના તલાવણીમાં ગ્રામપંચાયત વિરુધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ

editor

૨૫ જુદી જુદી જગ્યા ઉપર પાર્કિંગની સુવિધા ઉભી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1