Aapnu Gujarat
ગુજરાત

સિવિલમાં રૂપાણી પ્રસુતા વોર્ડમાં માતાઓને મળ્યાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની અનોખી શરૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આજે રાત્રે ૧૨ વાગ્યા પછી જન્મેલી નવી-નવેલી નન્હી પરી એવી દિકરીઓને પિતૃસભર વાત્સલ્યભાવથી આવકારીને કરી હતી. મુખ્યમંત્રી આજે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સંગીતના સુમધુર વાતાવરણમાં દીકરી જન્મોત્સવની ઉજવણી નન્હી પરીઓને એક તરફ લક્ષ્મીજી અને બીજી તરફ સરસ્વતી માતાજીના મુદ્રા ધરાવતાં ચાંદીના પાંચ ગ્રામના સિક્કા અને ગુલાબનું ફુલ, મીઠાઈ, ઝભલું, ટોપી, મોજા અને સાબુ ધરાવતી મમતા કીટ આપીને કરી હતી. વિજય રૂપાણી કોમન મેન જેમ પ્રસુતા વોર્ડમાં માતાઓ-નવજાત બાળકીઓને સામે ચાલીને મળવા ગયા હતા. તેમણે નવી જન્મેલી દિકરીઓની ખોળામાં લઈ સ્નેહ વરસાવ્યુ અને પિતૃવાત્સલ્ય વડીલ ભાવની સૌને સંવેદના સ્પર્શી અનુભૂતિ કરાવી હતી. તેમણે દીકરી વ્હાલનો દરીઓ છે, આ દીકરીઓ પણ ભણી-ગણીને આગળ વધી સામાજિક, આર્થિક શૈક્ષણિક ક્ષેત્રે સમાજનું નેતૃત્વ લે તેવી કામના કરી દીકરી પણ દીકરાઓ સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

Related posts

જળસંચય અભિયાનને લોકો દ્વારા સારો પ્રતિસાદ : રામણદા ગામે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ

aapnugujarat

પાસપોર્ટ વેરીફિકેશન ક્ષેત્રે ગુજરાતે કરેલી શ્રેષ્ડ કામગીરીને રાષ્ટ્રીયકક્ષાએ સન્માન મળ્યું

aapnugujarat

પતિનાં હત્યા કેસમાં CIDને તપાસ સોંપવા માટે રિટ થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1