Aapnu Gujarat
ગુજરાત

જળસંચય અભિયાનને લોકો દ્વારા સારો પ્રતિસાદ : રામણદા ગામે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ

પાટણ તાલુકાના રામણદા ગામે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દેશનું સૌથી મોટુ જળસંચય અભિયાન બની રહ્યું છે. ત્યારે જળસંચયના આ અભિયાનમાં લોકોએ સો કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ૧૧ તળાવો ઉંડા કરવા માટે ૧૧ જેસીબીને રામણદા ગામથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પાણીની સમસ્યા હવે ભુતકાળ બની જશે અને ગુજરાત પાણીદાર ગુજરાત બનશે. આ પ્રસંગે રામણદા ગામે પોતાના લગ્ન માટે જાન લઈ જઈ રહેલા યુવાન રવિરાજે રામણદા તળાવમાં શ્રમદાન કર્યું હતું પછી લગ્ન મંડપમાં ગયા હતા તે માટે રવિરાજને ખાસ જાહેરમાં અભિનંદન આફી બિરદાવ્યા અને મુખ્યમંત્રી આને પ્રેરણાદાયી કામ ગણાવી આમાંથી પ્રેરણા લેવા સૌને જણાવ્યું હતું જળ અભિયાનને ઈશ્વરીય કાર્ય છે તેમાં જનઅભિયાન જોડાય તે માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, જળસંચયના આ અભિયાનમાં દરેક જિલ્લાને જળસંચય માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તે પ્રમાણે કામ થઈ રહ્યું છે. સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ સરકારના વિવિધ વિભાગોના સહયોગથી સમગ્ર રાજ્યમાં તળાવો ઉંડા કરવા, નદીઓને પુનઃજીવિત કરવી, નર્મદા યોજનાની કેનાલોની સફાઈ, ચેકડેમોની સફાઈ જેવી જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં જળસંચય અભિયાનને વ્યાપક આવકાર મળી રહ્યો છે ત્યારે સૌ કોઈને યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ખેડુતોને બેવડો ફાયદો થઈ રહ્યો છે. તળાવની જળસંગ્રહ શક્તિ વધશે તેની સાથે ખોદકામ દરમિયાન નીકળતી ફળદ્રુપ માટી ખેડુતો ટ્રેકટરો મારફત પોતાના ખેતરમાં લઈ જાય છે. જેથી જમીનની ફળદ્રુપતા વધશે. તળાવ ઉંડુ થતાં ખેડુતો પુરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળશે. વધુમાં ખોદકામ દરમિયાન નીકળતો કાંપ આ વિસ્તારના ખેડુતો પોતાના ખેતરમાં નાખે છે. જેથી જમીનની ફળદ્રુપતા વધવા સાથે પાક ઉત્પાદનમાં વધારો થશે. પાણી જ વિકાસનો આધાર છે અને પૂરતુ પાણી એ વિકાસની પૂર્વ શરત છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાણીના ટીપેટીપાંને સંઘરવાની જરૂરને અનુલક્ષીને સમગ્ર ગુજરાતમાં ધર્મકિત અને જનશક્તિના સહયોગથી એક મહિનાનું સુજલામ સુફલામ જળસંચય અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. આ અભિયાનમાં સંતો-મહંતો, સંસ્થાઓ અને લોકોએ તન, મન અને ધનથી સહયોગ આપ્યો છે. તેના ભાગરૂપે ૧૧ હજાર લાખ ધનફુટ માટીનું ખોદકામ કરી જળસંગ્રહશક્તિ વધારાશે વધારાશે, ૧૩ હજાર જેટલા તળાવો ઉંડા કરવાની સાથે નદીઓ અને કાંસો, નહેરોની સફાઈ, ખેત તલાવડીઓ બનાવવી અને ઉંડાઈ વધારવી જેવા કામો હાથ ધરવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ જળસંગ્રહની ક્ષમતા વધારતા કામો માટે ૪૦૦૦થી વધુ જેસીબી, ૧૦ હજારથી વધુ ટ્રેક્ટર્સ અને યાત્રિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે.

Related posts

દિયોદર તાલુકાના ધરમપુરા (લુદરા)થી ધ્રાંડવ રૂટની એસ.ટી.બસ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં આનંદ

aapnugujarat

સરકારે ખાનગી જમીન પર પુનર્વિકાસ અને આવાસ માટે યોજના બનાવી

aapnugujarat

स्क्रीनींग कमिटी की बैठक को लेकर कांग्रेस के नेता दिल्ली में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1