Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટકલાની ધરપકડથી દાઉદ ગેંગને મોટો ફટકો : ઉજ્જવલ નિકમ

વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું છે કે, મુંબઈ બ્લાસ્ટના આરોપી અને દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત ફારુક ટકલાની ધરપકડ કરવામાં આવ્યા બાદ ખુબ મોટી સફળતા મળી છે. ફારુક ટકલા મુંબઈ બ્લાસ્ટ સાથે જોડાયેલો રહ્યો છે. દાઉદ ગેંગ માટે આ ખુબ મોટો ફટકો છે. તેને કોઇપણ પ્રકારની જામીન હાલમાં મળનાર નથી. ઉજ્જવલ નિકમનું કહેવું છે કે, દાઉદની કેટલીક જુની પદ્ધતિ રહી છે. દાઉદના વકીલે પોતાના નિવેદનમાં હાલમાં જ કહ્યું હતું કે, દાઉદ પણ ભારત આવવા ઇચ્છુક છે પરંતુ તે મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવે તેવી ઇચ્છા ધરાવે છે. બીજી બાજુ આ સંદર્ભમાં ઉજ્જવલ નિકમે કહ્યું છે કે, ભિખારીઓની પાસે કોઇપણ વિકલ્પ હોતા નથી. આ પ્રકારની બાબતો બકવાસ સમાન છે. ઉજ્જવલ નિકમે જોરદાર રજૂઆતો કરીને કહ્યું છે કે, ટકલાની ધરપકડ ડી ગેંગને મોટો ફટકો છે. તે સીધીરીતે બ્લાસ્ટમાં સામેલ રહ્યો છે.

Related posts

PDP Senior leader and former minister Mohammad Khalil Bandh resigns from party

aapnugujarat

૨ ઓક્ટોબરથી બિનધૃણાસ્પદ ગુનાઓનાં દોષિતોને મુક્ત કરાશે

aapnugujarat

નોઈડામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા, ડ્રાઇવરનું પણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1