Aapnu Gujarat
ગુજરાત

બિસ્માર રસ્તાથી અકસ્માત થાય તો વળતર કોર્પોરેશન ચૂકવશે : હાઇકોર્ટની ઝાટકણી

અમદાવાદના ખરાબ અને બિસ્માર રસ્તા મુદ્દે હાઇકોર્ટે ફરી એક વાર અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. બિસ્માર રસ્તાઓને કારણે જો અકસ્માત થાય તો વળતર ચૂકવવા હાઇકોર્ટે કોર્પોરેશનને તાકીદ કરી છે. સાથે જ રસ્તાની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાની નારાજગી પણ વ્યકત કરી હતી.  હાઇકોર્ટે કોર્પોરેશનને ગ્રીવન્સીસ રીડ્રેસલ સિસ્ટમ બનાવવા પણ સૂચન આપ્યુ છે તો રોડ અને નાગરીક સુવિધાઓને લઇને બજેટમાં કેટલી જોગવાઇ કરી છે ? તેનો પણ હાઇકોર્ટ પાસે જવાબ માંગ્યો છે. અમદાવાદ શહેરમાં પાર્કિગ મુદ્દે પણ હાઇકોર્ટે કોર્પોરેશન અને રાજય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. રાજય સરકારે પાર્કિગ અને રસ્તા પર બંપને લઇને શુ નિયમો છે તેને જાણકારી માગી છે. સાથે જ વિવિધ મોલ અને હોસ્પિટલમાં તેમના ખુદના પાર્કિગ છે કે નહી તેની પણ વિગત માંગી છે. હાઇકોર્ટે પાર્કિગની સમસ્યા નિવારવા યોગ્ય આયોજનની તાકીદ કરી છે. તો ટીપી સ્કીમનો અમલ ક્યાં પહોંચ્યો તેનો પણ હાઇકોર્ટે જવાબ માગ્યો છે. હાઇકોર્ટે કોર્પોરેશનના આયોજન વિભાગને તાલીમ આપવાની પણ ટકોર કરી છે. સાથે જ ટ્રાફિક, પ્લાનિંગ અને સેપ્ટના સહયોગથી જોઇન્ટ ટાસ્ક ફોર્સ રચવા પણ કહ્યુ છે.

Related posts

रास्तों के रिसरफेंस के लिए ७५ करोड़ आवंटित कराए गए

aapnugujarat

અલ્પેશ ઠાકોરને ટક્કર આપવા ઠાકોર સમાજનું નવુ સંગઠન અસ્તિત્વમાં આવ્યું

aapnugujarat

ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1