Aapnu Gujarat
મનોરંજન

પ્રિયા પ્રકાશ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ૮ લાખ રૂપિયા ચાર્જ લે છે

૨૬ સેકન્ડનાં એક વિડીયોથી સોશ્યલ મીડિયા પર છવાઇ જનાર પ્રિયા પ્રકાશ વેરિયર પોતાની પહેલી મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ની રિલીઝ પહેલા જ મોટી સ્ટાર બની ગઇ છે. પ્રિયા પ્રકાશનાં આંખોનાં ઇશારા પર દેશનાં યુવાનો ઓવારી ગયા હતા. આ વિડીયોને કારણે પ્રિયા થોડાક સમયમાં જ પ્રખ્યાત થઇ ગઇ હતી.સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પ્રિયા પ્રકાશ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ૮ લાખ રૂપિયા ચાર્જ લે છે. જો કે આ વિશે પ્રિયાએ કોઇ જ પુષ્ટિ કરી નથી, પરંતુ એ વાતમાં કોઇ જ શંકા નથી કે પ્રિયાની ઘણી મજબુત સ્ટાર વેલ્યુ બની ગઇ છે.
પ્રિયા પ્રકાશનાં ઇન્સ્ટાગ્રામ પર અત્યારે ૫૧ લાખ ફૉલોઅર્સ છે. ગૂગલ સર્ચનાં મામલે પ્રિયાએ સની લિયોનીને પણ પાછળ છોડી દીધી હતી. વેલેન્ટાઇન્સ ડે પર વાયરલ થયેલા આ વિડીયોએ ઘણાં રેકોડ્‌ર્સ બનાવ્યા હતા. પ્રિયાની આ ફિલ્મ ૩ માર્ચનાં રોજ રિલીઝ થઇ ચુકી છે. પ્રિયા પ્રકાશનું આ ગીત સ્કૂલનાં રોમાન્સ પર આધારિત છે, જેમાં સ્કૂલનાં બાળકો ઇશારા-ઇશારામાં એકબીજાને દિલની વાત કહે છે. ફિલ્મનાં આ ગીતે રાતોરાત ૧૮ વર્ષિય મલયાલમ એક્ટ્રેસ પ્રિયાને દેશભરમાં ઓળખ આપી હતી.પ્રિયાનો જન્મ કેરલનાં ત્રિશૂરમાં થયો હતો. રાતો-રાત સ્ટાર બનનારી પ્રિયા ત્રિશૂરમાં આવેલી વિમલા કૉલેજમાં બી-કોમનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.

Related posts

मम्मी-पापा से कह दिया है, मैं सिर्फ लव मैरिज ही करूंगी : कृति सेनन

aapnugujarat

રજનીકાંતની ફિલ્મે તમામ ફિલ્મની યોજના બગાડી

aapnugujarat

शादी के 4 साल बाद अमृता राव के घर गूंजेगी किलकारी

editor

Leave a Comment

UA-96247877-1