Aapnu Gujarat
રાષ્ટ્રીય

મેજર આદિત્ય FIRમાં એક આરોપી તરીકે હોવા ઇનકાર : સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીર સરકારની રજૂઆત

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીર સરકારે આજે આખરે મોટી ગુલાંટ મારી હતી. ત્રણ નાગરિકોના મોતના અનુસંધાનમાં મેજર આદિત્યકુમારની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના અનુસંધાનમાં કોઇપણ પ્રકારની તપાસ કરવાથી જમ્મુ કાશ્મીર પોલીસને સુપ્રીમ કોર્ટે અટકાવી દીધી છે. મેજર કુમાર અને ૧૦ ગડવાલ રાયફલના સૈનિકો પર ૨૭મી જાન્યુઆરીનાદિવસે પથ્થરમારો કરતા ટોળા ઉપર ગોળીબાર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, સોપિયન ગોળીબારમાં એફઆઈઆરમાં આરોપી તરીકે મેજર આદિત્યના નામનો ઉલ્લેખ કરાયો નથી. પથ્થરમારો કરી રહેલા લોકોને અલગ કરવા માટે સોપિયન જિલ્લામાં સેનાના જવાનોએ ગોળીબાર કર્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વધુ તપાસ કરવા આગળ વધી શકશે નહીં. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવીલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બનેલી બેંચે લેફ્ટી કર્નલ કરમવીરસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર ૨૪મી એપ્રિલના દિવસે વધુ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. સેવા આપી રહેલા આર્મી ઓફિસર અને મેજર આદિત્યકુમારના પિતા લેફ્ટી કર્નલ કરમવીરસિંહે પોતાના પુત્ર સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી છે. સુનાવણીમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટમાં કહ્યું હતું કે, અસરગ્રસ્ત અને અશાંત વિસ્તારમાં ફરજ બજાવતા આર્મી અધિકારી સામે ફરિયાદ દાખલ કરવાથી મામલો આગળ વધતો નથી. આમા કેન્દ્ર સરકારની પ્રાથમિક મંજુરી વગર આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટની કલમ ૭ હેઠળ કાર્યવાહીથી રોકવાની જોગવાઈ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર સરકાર આ મામલાને લઇને મુશ્કેલીનો સામનો કરી રહી છે. સોપિયન ગોળીબારમાં ત્રણ લોકોના મોત થઇ ગયા હતા. એટર્ની જનરલે તેમની દલીલોના સંબંધમાં ૨૦૦૬ અને ૨૦૧૪ના કોર્ટના ચુકાદાને ટાંક્યા હતા અને કહ્યું હતું કે, અશાંત વિસ્તારમાં ફરજ બજાવતા કોઇપણ આર્મી ઓફિસર સામે કેન્દ્ર સરકારની પરવાનગી વગર કોઇ ફરિયાદ પણ કાયદા હેઠળ માન્ય નથી. જો કે, આનો જમ્મુ કાશ્મીર સરકાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ શેખરે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. એટર્ની જનરલ વેણુગોપાલે તર્કદાર દલીલો કરી હતી. આ મામલામાં ૧૨મી ફેબ્રુઆરીના દિવસે છેલ્લી સુનાવણી કરવામાં આવી હતી. ૨૭મી જાન્યુઆરીના દિવસે સોપિયન જિલ્લામાં ગણોપોરા ગામ નજીક આર્મી કાફલા ઉપર તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ મેજર કુમાર અને ૧૦ ગડવાલ રાયફલના જવાનોએ ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણના મોત થયા હતા.

Related posts

ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર નમાઝ પઢવા પર પ્રતિબંધ

aapnugujarat

ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડમાં આંધી તોફાનનો ખતરો ટળ્યો નથી

aapnugujarat

સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયોને લઇ કોંગ્રેસ પર ભાજપના પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1