Aapnu Gujarat
બિઝનેસ

રાજધાની અને શતાબ્દી ટ્રેન નવા રંગ રૂપમાં જોવા મળશે

આગામી વખતે દિલ્હીથી રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી વેળા વધારે મજા યાત્રીઓને પડી જાય તેવી તૈયારી કરવામાં આવી રહી છે. પહેલાની તુલનામાં યાત્રાને વધારે આરામદાયક બનાવવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. ઉત્તરીય રેલવે દ્વારા આ અંગેની તૈયારી કરી લેવામાં આવી છે. ૧૬ આવી ટ્રેનો માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. ટ્રેનના કોચની સુંદરતાને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કોચમાં સાફ સફાઇ અને સુંદરતાની સાથે સો બહારથી પણ ટ્રેનને વધારે ખુબસુરત દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોચમાં એલઇડી લાઇટ્‌સ, વિનાઇલ રેપિંગ અને વોલ પેન્ટિંગ યાત્રીઓને જોવા મળનાર છે. સુવર્ણ પ્રોજેક્ટ હેઠળ ટ્રેનની સ્થિતી પર ધ્યાન આપવામાં આવનાર છે. નવી દિલ્હી-કાઠગોદામ શતાબ્દીમાં સીસીટીવી કેમેરા, ફ્રી વાયફાઇની સુવિધા અને ઇન્ટીરિયરમાં ખુબ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રેલવેનુ કહેવુ છે કે આ અભિયાનમાં દરેક કોચની સુન્દરતાને વધારી દેવામાં આવનાર છે. સુંદરતા પર જંગી ખર્ચ કરવામાં આવનાર છે. દરેક કોચની સુન્દરતા પર આશરે ૨.૩૫ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. રેલવેનુ કહેવુ છે કે આમાં ૧૧ શતાબ્દી, પાંચ રાજધાની ટ્રેનના રંગ-રૂપને બદલી દેવામાં આવનાર છે. દિલ્હી ડિવીઝનનાં ડિવીઝનલ રેલવે મેનેજર આર.એન.સિંહે કહ્યુ છે કે દિલ્હીથી દહેરાદુન શતાબ્દી ટ્રેનમાં તમામ સુવિધા કરવામાં આવનાર છે. એવી આશા છે કે એપ્રિલના અંત સુધીમાં આ સુવિધા ગોઠવાઇ જશે. બીજી અન્ય ટ્રેનો માટે ડેડલાઇન ઓગષ્ટ ૨૦૧૮ રાખવામાં આવી છે. અમારો હેતુ છે કે રાજધાની અને શતાબ્દીમાં યાત્રીઓની યાત્રાને વધારે સરળ અને આરામદાયક બનાવવામાં આવે. રેલવે દ્વારા કેટલાક દિવસથી સુવિધા વધારી દેવામાં આવી છે.

Related posts

हिंदुजा भाइयों में छिड़ी जंग

editor

દેશમાં રિટર્ન દાખલ કરનારની સંખ્યા ૫૦ ટકા સુધી વધી ગઈ

aapnugujarat

અનિલ અંબાણીને ફટકો : ૩૦૦૦ કરોડ રૂપિયા ડૂબી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1