Aapnu Gujarat
મનોરંજન

સેક્સી ઉર્વશીની હેટ સ્ટોરીને લઇ ફિલ્મી ચાહક ઉત્સુક

બોલિવુડના ચાહકો હવે નવમી માર્ચના દિવસે રજૂ કરવામાં આવી રહેલી ઇરોટિક થ્રીલર ફિલ્મ હેટ સ્ટોરી-૪ને લઇને ભારે ઉત્સુક બનેલા છે. તેના અગાઉના તમામ ભાગને સફળતા મળ્યા બાદ હવે આ ફિલ્મને લઇને પણ ઉત્સુકતા છે. હેટ સ્ટોરી પોતાના એક્શન સીન અને સેક્સી સીનના કારણે અગાઉ હિટ સાબિત થઇ હતી. હવે હેટ સ્ટોરી-૪ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. ફિલ્મની પટકથા સમીર અરોરા દ્વારા લખવામાં આવી છે. જ્યારે ફિલ્મનુ નિર્દેશન વિશાળ પંડ્યા દ્વારા કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઉર્વશી રોટેલા કામ કરી રહી છે. પટકથા તેની આસપાસ જ રહે છે. હેટ સ્ટોરી ફિલ્મ સિરીઝની આ ચોથી ફિલ્મ છે. જુન ૨૦૧૭માં ફિલ્મના પ્રી પ્રોડક્શન પર કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ તમામ બાબતો ઝડપથી આગળ વધી હતી. સપ્ટેમ્બર ૨૦૧૭થી લંડનમાં પ્રિન્સિપાલ ફોટોગ્રાફી શરૂ કરવામાં આવી હતી. ૧૧મી નવેમ્બર ૨૦૧૭ સુધી ફોટોગ્રાફી કરવામાં આવી હતી. ત્યારબાદ સત્તાવાર ટ્રેલર ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા સામાન્ય લોકોમાં જોવા મળી હતી. તનિષ્ક બાગચી દ્વારા ફિલ્મમાં સંગીત આપવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૦૫માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ આશિક બનાયા આપને ફિલ્મના ગીતને ફરી ફિલ્મમાં લેવામાં આવ્યુ છે. ફિલ્મના ગીતના જાદુને જગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. ફિલ્મને કેટલી સફળતા મળે છે તે બાબત પર વાત કરવાની સ્થિતીમાં હાલમાં કોઇ નથી. જો કે ફિલ્મને સરેરાશ સફળતા મળે તેવી શક્યતા છે. કારણ કે ઇરોટિક થ્રીલર ફિલ્મ હોવાથી આ ફિલ્મને પરિવાર સાથે નિહાળવા માટે આવનાર લોકોની સંખ્યા તો ઓછી રહેશે. પ્રોડક્શન કંપની તરીકે ટી સિરિઝ રહી છે. સ્ટોરી અને પટકથા સમીર અરોરા દ્વારા લખવામાં આવી છે જે એક્શન ફિલ્મના ચાહકોને ગમશે તેમ ફિલ્મ સાથે જોડાયેલા લોકો દાવો કરી રહ્યા છે. ગુલશન ગ્રોવર પણ ફિલ્મમાં મુખ્ય રોલમાં નજરે પડનાર છે.

Related posts

હોલિવુડમાં જતા પહેલા ગુમાવવું પડ્યું હતું અભિમાન : પ્રિયંકા

editor

બોબીની કેરિયરમાં ફરી આવેલ તેજી

aapnugujarat

અજય વેબ સિરીઝ ‘રુદ્ર’ થી ઓટીટી પર ડેબ્યૂ કરશે

editor

Leave a Comment

UA-96247877-1