Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત વચ્ચે મુલાકાત

પૂર્વોત્તરના ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. ત્રિપુરા, નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ વખત આ ત્રણ રાજ્યોમાં કમળ ખિલ્યું છે.આ મુલાકાત દરમિયાન ભાજપ પ્રમુખ આગળની રણનીતિ મામલે ચર્ચા કરી હતી. સૂત્રોને મળતા અહેવાલ મુજબ અમિત શાહે સંઘ પ્રમુખ સાથે પાર્ટી સંગઠનમાં થોડા ફેરફારને ચર્ચા કરી હતી.ભારતીય જનતા પાર્ટીની આ જીત એટલા માટે ખાસ છે કે ગત ૨૦ વર્ષથી કોંગ્રેસ જે ન કરી શકી તે ભાજપે બે વર્ષમાં કરી દીધું. ત્રિપુરામાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું છે તે વાતનો અંદાજ એ પરથી આવી શકે છે કે ત્યાં કોંગ્રેસના ફાળે એકપણ બેઠક આવી નથી.આ જીત બાદ ભાજપની ૨૧ રાજ્યમાં સરકાર થઇ ગઇ છે. જેમાં ૧૨ રાજ્યો તો અમિત શાહના અધ્યક્ષ બન્યા બાદ બની.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને આરએસએસના પ્રમુખ વચ્ચે આ મુલાકાત નાગપુરના સંઘ મુખ્યાલય ખાતે થઇ હતી.સૂત્રોના અહેવાલ મુજબ પૂર્વોત્તરમાં જીત બાદ અમિત શાહના કાર્યકાળના સમયગાળામાં વધારો કરવાના મુદ્દે ચર્ચા થઇ હતી.ઉલ્લેખનીય છે કે અમિત શાહના કાર્યકાળના ૨ વર્ષના સમયગાળો પુરો થઇ રહ્યો છે.આગામી સમયગાળામાં ૨૦૧૯ની ચુંટણીઓ આવી રહી છે અને દક્ષિણનાં રાજ્યોમાં પણ ભાજપે પોતાનો દબદબો વધારવાનો છે તેવામાં ભાજપનાં અધ્યક્ષપદે અમિત શાહ રહે તે જ યોગ્ય છે તેવું સંઘ પણ માને છે અને મોદી સાથે અમિત શાહનું ટ્યુનિંગ પણ યોગ્ય છે તેવામાં તેમને અધ્યક્ષપદ પરથી દુર કરાય કે કોઇ ફેરફાર કરાય તેવું સંઘ યોગ્ય માનતું નથી.

Related posts

કાશ્મીરમાં વધુ બે ત્રાસવાદી ઠાર

aapnugujarat

महाराष्‍ट्र में विधानसभा चुनावों से पहले फिर EVM का विरोध करेंगे सभी दल

aapnugujarat

जम्मू-कश्मीर और लद्दाख में अब कोई भी खरीद सकता है जमीन : मोदी सरकार

editor

Leave a Comment

UA-96247877-1