Aapnu Gujarat
શિક્ષણ

બેફામ સ્કૂલ ફી : સરકારને જગાડવા અમદાવાદમાં વાલીઓએ બોલાવી રામધૂન

ફી નિર્ધારણ કરવાની હવા હવાઇ વાતો વચ્ચે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વાલીઓએ બેફામ સ્કુલ ફી સામે વિરોધ નોંધાવ્યો. શાળા સંચાલકોની નફ્ફટાઇની વાતોને રજૂ કરી. ત્યારે આ વ્યથા સરકાર સુધી તો જ્યારે પહોંચશે ત્યારે પહોંચશે.પરંતુ હાલમાં શિક્ષણ વિભાગ પણ જાણે શાળા સંચાલકોની દાદાગીરી સામે ઝૂકી ગયું હોય તેવું લાગી રહ્યુ છે.
હાથમાં બેનર લઇને બેફામ સ્કુલનો વિરોધ કરી રહેલા આ એ વાલીઓ છે જેમનો આક્ષેપ છે કે તેમના વ્હાલસોયા સંતાનોને શાળા સંચાલકો ફીના મુદ્દે પરેશાન કરી રહ્યા છે. માનસીક ત્રાસ ગુજારી રહ્યા છે જ્યારે સરકાર છે કે બેફામ બનેલા શાળા સંચાલકો સામે કંઇ કરતી નથી. સરકારના રુદયામાં રામ વસે તે માટે અમદાવાદના નિકોલ વિસ્તારમાં બેટી બચાવો ગ્રાઉન્ડમાં બેનર્સ અને રામધૂન પણ બોલાવી. પોતાની રજૂઆતો કરી પણ આ વાલીઓની વ્યથા ક્યારે સરકારના કાને અથડાશે તે તો ભગવાન જ જાણે પરંતુ અમુક શાળા સંચાલકો જે શિક્ષણ માફીયા જ બની ગયા છે.  તેઓને સરકારના નિર્ણયોની કોઇ પડી નથી ત્યાં સુધી કે શાળા સંચાલકો જરા પણ સરકારનું નાક દબાવે છે એટલે શિક્ષણ વિભાગ તરત જ ઢીલુ પડી જાય છે જેનું તાજુ ઉદાહરણ હમણાં જ જોવા મળ્યુ હતું જેમાં શાળા સંચાલકોએ ધમકી આપી કે અમે હોલ ટીકીટ નહીં લઇએ.  ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહને સ્પષ્ટતા કરવી પડી કે દરેકે સ્કુલ ફી ભરવી જ પડશે ત્યારે શાળા સંચાલકોના દબાણ સામે તરત જ ઝૂકી ગયેલુ શિક્ષણ વિભાગ આગામી સમયમાં ફી નિર્ધારણ કાયદાનો કેવી રીતે અમલ કરાવશે તેની સામે પ્રશ્નાર્થો ઉભા થઇ ગયા છે.

Related posts

आईआईएम-ए ने पीजीपी की फीस २२ लाख रुपये किया

aapnugujarat

સીએ વિદ્યાર્થી માટે શહેરમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થશે

aapnugujarat

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત : સર્વેક્ષણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1