Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સોપિયનમાં આર્મી કેમ્પ ઉપર હુમલાનો પ્રયાસ : ત્રાસવાદી ઠાર

જમ્મુ કાશ્મીરના સોપિયનમાં આર્મી કેમ્પમાં હુુમલો કરવાનો ત્રાસવાદીઓએ ફરીવાર પ્રયાસ કર્યો હતો. જો કે, આમા સફળતા મળી ન હતી. ત્રાસવાદીની ટોળકીએ સોપિયનમાં આવેલા પહાનુ કેમ્પમાં ઘુસી જઇને સેનાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા. જો કે, પહેલાથી જ સાવધાન રહેલા જવાનોએ આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. આક્રમક જવાબ આપવામાં આવ્યા બાદ એક ત્રાસવાદીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો જ્યારે અન્ય ત્રાસવાદીઓ અંધારાનો લાભ ઉઠાવીને ફરાર થવામાં સફળ રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં હજુ પણ ત્રાસવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ વારંવાર આવતા રહ્યા છે. નોંધનીય છે કે ૧૦મી ફેબ્રુઆરીએ ત્રાસવાદીઓએ સુંજવાન આર્મી કેમ્પ ઉપર ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થઇ ગયા હતા અને એક નાગરિકનુ મોત થયુ હતુ. હુમલાને અંજામ આપનાર ચારેય ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાના જવાનોએ વધુ નુકસાન ન થાય તે હેતુસર આ ઓપરેશન ચલાવ્યુ હતુ. જેથી વધારે નુકસાન થયુ હતુ. ઠાર મરાયેલા ત્રાસવાદીઓની પાસેથી એકે ૪૭ અને અન્ય ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યા હતા. આર્મી કેમ્પ પર ૧૦મીએ ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ઓપરેશન ઓલઆઉટ સેનાએ હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે. જેથી ત્રાસવાદીઓ સેનાના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલા કરી રહ્યા છે. દેશના તમામ લોકો સારી રીતે જાણે છે કે જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલે છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે.

Related posts

ભીમા કોરેગાંવ : કાર્યકરોની કસ્ટડી ચાર સપ્તાહ વધારાઈ

aapnugujarat

પ્રશાંત કિશોર નીતિશ કુમારને મળ્યા

aapnugujarat

गिरिराज सिंह पर JDU को फिर आया गुस्‍सा, कहा- आप अपने विभाग की चिंता करें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1