Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાંચીપીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને મહાસમાધિ આપી

કાંચીપુરમ મઠના ૮૨ વર્ષીય શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને આખરે લાંબી પ્રક્રિયા બાદ તેમના ગુરૂની બાજુમાં મહાસમાધી આપી દેવામાં આવી છે. મહાસમાધી આપતા પહેલા પરંપરાગત રીતે પુજા કરવામાં આવી હતી. તમામ જરૂરી વિધી કરવામાં આવી હતી. સરસ્વતી ૬૯માં શંકરાચાર્ય અને કાંચી કામકોટી પીઠના પીઠાધિપતિ હતા. દેશના સૌથી શક્તિશાળી સંત મનાતા શંકરાચાર્યની મહાસમાધિની પ્રક્રિયા આજે સવારે શરૂ કરવામાં આવી હતી. દેશભરમાંથી મોટી સંખ્યામાં સંત અને મઠના લોકો અંજલિ આપવા માટે પહોંચ્યાહતા. તમિળનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ શંકરાચાર્યના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ગયા મહિનામાં જયેન્દ્ર સરસ્વતીને અચાનક શ્વાસ લેવાની તકલીફ ઉભી થઇ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્થિવ દેહને દફનાવવા માટેની પ્રક્રિયા જેને વૃંદાવન પ્રવેશમ કહેવામાં આવે છે તે સ્નાનની સાથે શરૂ થઇ હતી. અભિષેક અથવા તો સ્નાન માટે દુધ અને અન્ય ચીજ વસ્તુઓ લાવવામાં આવી હતી. અભિષેકની પ્રક્રિયા વિજયેન્દ્ર સરસ્વતી અને પરિવારના સભ્યોની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચારની વિધી થોડાક સમય સુધી ચાલી હતી. મઠના મુખ્ય સંકુલમાં આ વિધી ચાલી હતી. મઠના અધિકારીએ કહ્યુ હતુ કે જયેન્દ્ર સરસ્વતીના પાર્થિક શરીરને વૃંદાવન ઉપભવનમાં લઇ જવામાં આવ્યો હતો. મહાસમાધી વેળા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મઠના એક અધિકારીએ કહ્યું હતું કે, તેમના પૂર્વવર્તી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના અવશેષ વર્ષ ૧૯૯૩માં રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાસમાધીથી પહેલા કરવામાં આવતા અનુષ્ઠાન અને સંસ્કાર પણ મઠના મહંતો દ્વારા કરવામાં આવ્યા હતા. મહાસમાધીની પ્રક્રિયા વેળા મોટી સંખ્યામાં સંતો અને લોકો ઉપસ્થિત હતા. હિન્દુ માન્યતાઓ મુજબ શંકરાચાર્ય કોઇ એમ જ બની જતાં નથી. આદિ શંકરાચાર્યને ભગવાન શંકરના અવતાર તરીકે ગણવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શંકરાચાર્ય સર્વોચ્ચ હોદ્દા સમાન છે. મહાસમાધીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શંકરાચાર્ય જયેન્દ્રસરસ્વી પંચતંત્રમાં વિલિન થયા હતા. હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ અને તાકાતવર ગણાતા તમિળનાડુ સ્થિત કાંચી પીઠના પીઠાધિપતિના રૂપમાં જયેન્દ્રસરસ્વતીએ રાજકીયરીતે પણ તાકાતવર સંત તરીકેની છાપ ઉભી કરી હતી. જયેન્દ્રસરસ્વતીને વૈદ્યનું ખુબ જ્ઞાન હતું. અટલ બિહારી વાજપેયી પણ તેમના પ્રશંસકો પૈકીના એક હતા. જયેન્દ્રસરસ્વતીએ અયોધ્યા વિવાદના ઉકેલ માટે પહેલ પણ કરી હતી. વાજપેયીએ તેમની પ્રશંસા કરી હતી. જયેન્દ્ર સરસ્વતીએ હિન્દુઓના પ્રમુખ કેન્દ્ર કાંચી કામકોટી મઠને વધુ શક્તિશાળી બનાવવામાં ભૂમિકા ભજવી હતી. કાંચીમઠના મેનેજર શંકરરામનની હત્યાના આરોપમાં ૧૧મી નવેમ્બર ૨૦૦૪ના દિવસે જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ કરવામાં આવી હતી તે વખતે જયલલિતાની સરકાર હતી. એક એવો સમય હતો જ્યારે જયલલિતા પોતે જયેન્દ્ર સરસ્વતીને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતી હતી. એમ માનવામાં આવે છે કે જ્યારે જયેન્દ્ર સરસ્વતીને પોલીસ ધરપકડ કરવા પહોંચી ત્યારે ત્રિકાળ સંધ્યામાં હતા. ૨૭મી નવેમ્બર ૨૦૧૩ના દિવસે શંકરરામન હત્યા કેસમાં પુડ્ડુચેરીની કોર્ટે જયેન્દ્ર સરસ્વતી તથા તેમના ભાઈ વિજેન્દ્ર સહિત ૨૩ આરોપીને નિર્દોષ છોડી મુક્યા હતા.

Related posts

મોદી ૨૮મીથી ઝંઝાવતી પ્રચાર કરશે

aapnugujarat

हरियाणा : कृषि कानून के विरोध में किसानों ने बंद करवाए टोल प्लाजा

editor

बिहार में बाढ़-बारिश से १७ लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1