Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રાસવાદ સામે લડાઇ કોઇ પંથની સામે નથી : સ્લામિક હેરિટેજ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ભવનમાં ઇસ્લામિક હેરિટેજ કોન્ફરન્સમાં ત્રાસવાદના મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ભારતની સંસ્કૃતિ બહુરંગી છે. જોર્ડનના કિંગની સમક્ષ બોલતા મોદીએ કહ્યુ હતુ કે ત્રાસવાદ સામેની લડાઇને કોઇ પંથની સામે લડાઇની માનસિકતામાંથી બહાર નિકળવાની જરૂર છે. મોદીએ કહ્યુ હતુ કે ભારતની સંસ્કૃતિ બહુરંગી છે. આમાં તમામ ધર્મને એક સાથે આગળ વધવા અને પોત પોતાની રીતે આગળ વધવાની તક છે. મોદીએ કહ્યુ હતુ કે જોર્ડન અને ભારત એવી પવિત્ર ભૂમિ પર છે.જ્યાંથી પેંગમ્બરો અને સંતોના અવાજ દુનિયાભરમાં ગુજી ઉઠ્યા છે. જોર્ડનના કિંગ ભારતથી સંપૂર્ણપણે વાકેફ છે. દુનિયાના તમામ ધર્મ ભારતમાં વધારે વિકસિત થયા છે. ભગવાન બુદ્ધ હોેય કે મહાત્માં ગાંધી હોય તમામ મહાન હસ્તીઓ ભારતમાં જ થયા હતા. મોદીએ ત્રાસવાદ અને ઉગ્રવાદની સામે પોતાની કટિદ્ધતા વ્યક્ત કરી હતી. મોદીએ ઉમેર્યુ હતુ કે માનવતાની સામે હુમલા કરનાર લોકો એ બાબતને સમજતા નથી કે નુકસાન એ ધર્મનુ પણ થઇ રહ્યુ છે જેમની સામે તે ઉભા થવાના દાવા કરી રહ્યા છે. ત્રાસવાદ સામે જંગ કોઇ પંથની સામે નથી. આ એવી માનસિકતાની સામે છે જે યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમને હિંસાના માર્ગ પર લઇ જાય છે. દેશની ખુશીથી જ તમામને ખુશી મળે છે. મોદીએ મુસ્લિમ સમુદાયના લોકોને જ્ઞાન વિજ્ઞાન અને શિક્ષણ સાથે જોડવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે મુસ્લિમ યુવાનના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર રહે. અમે ઇચ્છીએ છીએ કે અમારા મુસ્લિમ યુવા આધુનિકીકરણ અને જ્ઞાન તેમજ વિજ્ઞાનની સાથે જોડાય. સાથે સાથે પોતાની પ્રતિભાનુ પણ પ્રદર્શન કરે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં માત્ર એક રાજકીય વ્યવસ્થા જ નહીં બલ્કે સમાનતા, વિવિધતા અને સામંજસ્યના મુળ આધાર પણ છે. મોદીએ ભારતની ગંગા-યમુનાની સંસ્કૃતિની પણ પ્રશંસા કરી હતી. મોદીએ તમામ મુદ્દા પર વાત કરી હતી.

Related posts

तीन तलाक : मुस्लिम महिला बिल को सरकार की हरीझंडी

aapnugujarat

भूटान नरेश से मिले जयशंकर, भारत की ‘पड़ोसी प्रथम’ की नीति की रेखांकित

aapnugujarat

યુપીમાં યુરિયાની કિંમતમાં ૧૦ ટકા સુધી ઘટાડો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1