Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નિરવ મોદીના ૧૩૦૦ કરોડના કેસનો થયેલો ખુલાસો

પંજાબ નેશનલ બેંકે હિરા કારોબારી નિરવ મોદીના ૧૩૨૨ કરોડ રૂપિયાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પીએનબી તરફથી સોમવારના દિવસે મોડી રાત્રે સ્ટોક એક્સચેંજને નિરવ મોદી અને તેના બિઝનેસ પાર્ટનર મેહુલ ચોક્સી તરફથી ૨૦૪ મિલિયન ડોલર અથવા તો ૧૩૨૨ કરોડ રૂપિયાના વધુ એક ફ્રોડના સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી. આ રીતે હજુ સુધી નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીના ફ્રોડનો આંકડો ૧૨૬૦૦ કરોડથી ઉપર પહોંચી ગયો છે. આ પહેલા પીએનબી દ્વારા નિરવ મોદી ઉપર ૧૧૩૦૦ કરોડ રૂપિયાના ફ્રોડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. નિરવ મોદી તરફથી આ વધારાની ગેરકાયદે લેવડદેવડની કિંમત પીએનબીના વર્ષ ૨૦૧૭ના કુલ આંકડાની બરોબર છે. વર્ષ ૨૦૧૭માં જાહેર ક્ષેત્રની બીજા નંબરની બેંક પીએનબીને ૧૩૨૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. બેંકની ઓવર્સીસ શાખાને મળેલા નવા લેટર ઓફ અન્ડરટેકિંગ બાદ આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. પીએનબીએ પોતાની ફાઇલિંગમાં સ્ટોક એક્સચેંજને કહ્યું છે કે, અમે આ દર્શાવવા માંગીએ છીએ કે, ગેરકાયદે કારોબારનો આંકડો ૨૦૪ મિલિયન ડોલર અથવા તો ૧૨૬૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. એક અન્ય ફાઇલિંગમાં પીએનબીએ આ બાબતને નકારી કાઢી છે કે, આ પ્રકારના ફ્રોડમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર તરફથી પરવાનગી માંગવામાં આવી છે. પીએનબી ફ્રોડના કારણે દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલામાં સીબીઆઈ, ઇડી અને આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નિરવ મોદીની હજારો કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. તેની કિંમતી ગાડીઓ, જ્વેલરી, આવાસ ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા બાદ જપ્ત કરવામાં આવી ચુક્યા છે. આગામી દિવસોમાં આ કાર્યવાહી વધુ જારી રહી શકે છે. નિરવ મોદીની વિદેશી સંપત્તિમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમના પાસપોર્ટને જપ્ત કરવામાં આવ્યા બાદ ઉંડી કાર્યવાહી વિદેશમાં પણ ચાલી રહી છે. તેમના તમામ બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ બેંક કૌભાંડના સંદર્ભમાં તમામ વિગતો સપાટી પર આવે તે પહેલા જ નિરવ મોદી વિદેશ ફરાર થઇ ગયા હતા. હાલમાં જ એવા અહેવાલ પણ આવ્યા હતા કે, નિરવ મોદી અમેરિકામાં છે અને સૌથી મોંઘી હોટલમાં રોકાયેલા છે. બીજી બાજુ તેમના મામા મેહુલ ચોક્સી ઉપર પણ સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે. તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી ચુકી છે. મેહુલ ચોક્સીએ હાલમાં જ તેમના કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યુું હતું કે, કોઇપણ ખોટુ કામ કરવામાં આવ્યું નથી. વાસ્તવિકતા ટૂંકમાં જ સપાટી ઉપર આવી જશે.

Related posts

सत्ता के लिए पलटू चाचा ने जनता को दिया धोखा : तेजस्वी

aapnugujarat

શાહબાઝને રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું – આતંકવાદ પર રોક લગાવો

aapnugujarat

PM attends informal BRICS leaders meeting in Hamburg

aapnugujarat

Leave a Comment

UA-96247877-1