Aapnu Gujarat
બ્લોગ

વર્ષ ૨૦૧૮માં પગાર વધારો ૨૦૧૭ જેવો રહેશે : સર્વેક્ષણ

ગયા વર્ષે દેશના જોબ સેક્ટરમાં નોટબંધી જેવા કેટલાક કારણોસર પગારમાં વધારામાં ઘટાડો થયો હતો. જેમ જેમ આ નાણાંકીય વર્ષની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે ઓફિસોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે કે, આ વર્ષે પગારમાં કેટલો વધારો થશે. આ મૂલ્યાંકન ગાળામાં ગયા વર્ષની તુલનામાં વધારે કોઇ વધારો માંગવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. આ વર્ષે પણ પગારમાં વધારો ઉદાસીન રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. એઓન ઇન્ડિયાના નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, મોટાભાગની કંપનીઓમાં સરેરાશ વધારો ૯.૪ ટકાની આસપાસનો રહી શકે છે. એઓન ઇન્ડિયાના કન્સલ્ટીંગ સેલરી સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં ભારતીય કંપનીઓમાં ૯.૩ ટકા સુધીના પગાર વધારાની સ્થિતિ રહી હતી. સર્વેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે આ અભ્યાસની કામગીરી ચાલી રહી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, વધારો બે આંકડામાં રહેશે નહીં. ૨૦૧૮ માટે પણ એવો જ અંદાજ મુકવામાં આવ્યો છે. મોટાભાગની કંપનીઓ આ વર્ષે પણ બે આંકડામાં પગાર વધારો નહીં કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. મોટાભાગની કંપનીઓ આ વર્ષે પણ ૯.૪ ટકાનો પગાર વધારો આપી શકે છે. કંપનીઓનું ધ્યાન મુખ્યરીતે પરફોર્મન્સ પર કેન્દ્રિત થઇ ગયું છે. કંપનીની નજરમાં સૌથી સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને ૧૫.૪ ટકા સુધીનો પગાર વધારો મળશે જે સરેરાશ કર્મચારીના પગાર વધારાથી ૧.૯ ટકા વધારે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, બેલ કર્વમાં સારો દેખાવ કરનારની સંખ્યાના મામલામાં ઘટાડો થઇ રહ્યો છે. માઇક્રો ઇકોનોમિક અંદાજોમાં સ્થિતિ સુધરી છે પરંતુ પગાર વધારો ગયા વર્ષ જેવો રહેશે.

Related posts

MORNING TWEET

aapnugujarat

શોધન

aapnugujarat

મહાન વ્યક્તિઓની વિચિત્ર માન્યતાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1