Aapnu Gujarat
ગુજરાત

જાહેર ટ્રસ્ટના ૨.૫૦ કરોડથી વધારે દસ્તાવેજો ડિજિટલ થયા : વિધાનસભા ગૃહમાં જાડેજાએ માહિતી આપી

ગુજરાતમાં ટ્રસ્ટીશીપની ભાવનાથી અનેક ટ્રસ્ટો સામાજિક સેવાઓ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જાહેર ટ્રસ્ટ એક્ટ હેઠળ ૨.૪૪ લાખથી વધુ ટ્રસ્ટો અને સોસાયટી એક્ટ હેઠળ ૮૯ હજાર જેટલી ટ્રસ્ટો નોંધાયેલા હોવાનું કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં ચેરીટી તંત્રને લગતા પ્રશ્નમાં વિગતો આપતા કાયદા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જાહેર ટ્રસ્ટોની નોંધણીની અને બિન તકરારી ફેરફાર રિપોર્ટને લગતી કામગીરી વધુ સારી રતે હાથ ધરવામાં આવે અને તે દ્વારા ગુજરાતમાં ટ્રસ્ટીશીપની ભાવના વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ચેરિટી તંત્રની કામગીરી વધુ ગતિશીલ અને અસરકારક બને તે માટે અમદાવદામાં વસ્ત્રાપુર ખાતે પબ્લિક ટ્રસ્ટ એકાઉન્ટ ફંડમાંથી રૂપિયા ૧.૫૯ કરોડના ખર્ચે નવી ચેરીટી કમિશનરની કચેરી કાર્યરત કરવામાં આવી છે. ચેરીટી તંત્રની કચેરીઓમાં અરજાદોર, પક્ષકારો ટ્રસ્ટીઓ વકીલોને જિલ્લા લેવલે ન્યાય મળી રહે તે હેતુથી નવી આઠ નોંધણી કચેરીઓ તાપી, મહિસાગર, છોટાઉદેપુર, અરવલ્લી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબી ખાતે શરૂ કરવામાં આવી છે. બાવનગર અને મહેસાણા ખાતે સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરીઓ શરૂ કરવામાં આવી છે. કાયદા રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ જાહેર સખાવતોન ભાવના વધુ વિકસે તેને પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્યના તમામ જિલ્લામાં ચેરીટી તંત્રના અલાયદા ભવનો બને તે માટે રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. ચેરીટી તંત્રમાં હવે જાહેર ટ્રસ્ટોને લગતા તમામ દસ્તાવેજોનું ડિઝીટીલાઇઝેશન કરવાની કામગીરી પૂર્ણતાને આરે હોવાનું જણાવતા જાડેજાએ વધુમાં જણાવ્યું કે, હાલમાં ૨.૫૦ કરોડ જેટલા દસ્તાવેજોનું ડિઝીટીલાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, ટ્રસ્ટોની સંપત્તિનું વેચાણ કરવાનું હોય ત્યારે તેમાં અનેક પ્રકારની સમસ્યાઓ ુભી થવાને કારણે ટ્રસ્ટોને નુકસાન થતું હતું. ચેરીટી કમિશનરના માધ્યમથી યોગ્ય દિશામાં આવા ટ્રસ્ટોના દસ્તાવેજોની દેખરેખને કારણએ ટ્રસ્ટોને ફાયદો થયો છે. ચેરીટી તંત્રની સક્રિયતાને કારણે આ શક્ય બન્યું છે. કાયદા રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જાહેર ટ્રસ્ટોના કિંમતી દસ્તાવેજોનું ડિઝિટીલાઈઝેશન થવાના કારણે જાહેર ટ્રસ્ટોને રક્ષણ મળ્યું છે. મૂળ ટ્રસ્ટીઓ અવસાન પામ્યા હોય અને અયોગ્ય વ્યક્તિઓના હાથમાં ટ્‌ર્‌સ્ટનો કબજો જતો રહેવાથી ટ્રસ્ટની કરોડો રૂપિયાની સંપત્તિ સલવાી ન જાય તે માટે ચેરીટી તંત્ર દ્વારા આવા કિસ્સાઓમાં સુઓ મોટો દાખલ કરી વહીવટદાર નીમીને ટ્રસ્ટીઓની મિલકત બચાવવામાં આવી છે. રાજ્યમાં કુદરતી હોનારતો વખતે ટ્રસ્ટોને જોડાવાની ભાવના વધુ વિકસે તે માટે ટ્રસ્ટોને પ્રેરિત કરવાનો પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Related posts

કોન્ટ્રાકટરોની અચોકકસ મુદતની હડતાળથી ધોવાઈ ગયેલા રસ્તાઓના રિસરફેસના કામ અટવાશે

aapnugujarat

आरएसएस की तर्ज पर पास प्रचारकों की टीम बनाएंगे हार्दिक

aapnugujarat

તમામ અટકાયતી પગલા છતાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસો થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1