Aapnu Gujarat
ગુજરાત

તિજોરી લૂંટવા કોન્ટ્રાકટર્સને કોઇ છૂટ આપી શકાય નહી

અમદાવાદ, ગાંધીનગર સહિતની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખાનગી દવાખાનાઓમાં ઉંચા અને મોંઘા ભાવે ઓકિસજન ખરીદી કરવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં બહુ મહત્વની રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે રાજય સરકાર અને આરોગ્ય સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, દર્દીઓના આરોગ્ય અને તબીબી સારવાર માટે અનિવાર્ય એવા ઓકિસજનની મોંધા ભાવે ખરીદી કરી લૂંટ ચલાવવાની પરવાનગી આપી શકાય નહી. રાજય સરકાર અને સત્તાવાળાઓ શા માટે આ પ્રકારની પધ્ધતિ ચલાવી લે છે. ઇમરજન્સીના બહાને ઉંચા ભાવે ઓકિસજન ખરીદવાની મંજૂરી ચલાવી લેવાય નહી. ઇમરજન્સી થોડા દિવસ માટે હોય, મહિનાઓ માટે નહી. મહિનાઓ સુધી પ્રજાની તિજોરીને લૂંટવા કોન્ટ્રાકટર્સને છૂટ આપી શકાય નહી. રાજય સરકારે આ માટે જરૂરી અને આકરા પગલા લેવા પડશે. હાઇકોર્ટે આ સમગ્ર મામલે સરકાર પાસેથી આવતીકાલ સુધીમાં રિપોર્ટ માંગ્યો હતો, જેને લઇ સરકાર દોડતી થઇ ગઇ હતી. સરકારી હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલ કરતાં પણ ઉંચા ભાવે ઓકિસજનની ખરીદી કરવા મુદ્દે હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓને ફટકાર લગાવી હતી. આ કેસમાં હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, ઇમરજન્સીના નામે કોન્ટ્રાકટર્સના પ્રેશરમાં આવીને સરકારના સત્તાવાળાઓ દ્વારા સરકારી સિવિલ હોસ્પિટલો જેવી કે, અમદાવાદ, ગાંધીનગરની સિવિલ હોસ્પિટલોમાં ઉંચા ભાવે ઓકિસજન અને દવાઓની ખરીદી કરી રહી છે, જેનુ સીધુ ભારણ પ્રજાના ખિસ્સા પર આવે છે. આ હકીકત જાણી હાઇકોર્ટે રાજય સરકાર અને તેના સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા. હાઇકોર્ટે સરકારના સત્તાધીશોને ઝાટકતાં જણાવ્યું હતું કે, ટેન્ડરથી પણ મોંઘા ભાવે ઓક્સિજન અને દવાઓ ખરીદવા પડે છે તેનું કારણ શું અને સરકાર શા માટે વર્ષોથી આવી પધ્ધતિ ચલાવી રહી છે. સત્તાવાળાઓના આવા વલણના કારણે છેવટે તો, પ્રજાની તિજોરી પર ખોટુ ભારણ પડે છે. ઇમરજન્સી થોડા દિવસો માટે હોય, મહિનાઓ સુધી ઇમરજન્સી ના ચલાવી લેવાય અને આવી ઇમરજન્સીના બહાને પ્રજાની તિજોરીને લૂંટવાની કોન્ટ્રાકટર્સને પરમીશન આપી શકાય નહી. હાઇકોર્ટે આ સમગ્ર મામલે રાજય સરકાર પાસેથી વિગતવાર ખુલાસો માંગ્યો હતો અને આવતીકાલ સુધીમાં હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.

Related posts

तुअर खरीदी की समय अवधि ३१ मई तक की गई

aapnugujarat

ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા કાંકરેજ તાલુકામાં મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું

aapnugujarat

નર્મદા જિલ્‍લામાં તા. ૧ લી થી તા.૧૪ મી ઓગષ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયાની થનારી ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1