Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્‍લામાં તા. ૧ લી થી તા.૧૪ મી ઓગષ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયાની થનારી ઉજવણી

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા. ૧ લી થી તા. ૧૪ મી ઓગષ્‍ટ, ૨૦૧૭ દરમિયાન મહિલા સશકિતકરણ પખવાડીયાની હાથ ધરાનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્‍લામાં પણ જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે રોજબરોજના વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કઢાયું છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંગતકુમાર મંડોત અને જિલ્લા આંકડા અધિકારીશ્રી ભાભોર સહિત જિલ્લાના અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાના અધ્યક્ષપદે મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીના આયોજન અંગે યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી નિનામાએ આ ઉજવણીની સૂચિ મુજબના જે તે દિવસોમાં ઉજવણી સંદર્ભના વિવિધ કાર્યક્રમો માટે સંબંધિત અધિકારીશ્રીઓને સોંપાયેલી ફરજો-જવાબદારીઓ સુપેરે અદા કરી આ ઉજવણી સફળતાપૂર્વક પાર પડે તેની ખાસ કાળજી રાખવાની સૂચના આપી હતી.

તા.૧ લી ઓગષ્ટે મહિલા સુરક્ષા દિવસની ઉજવણીની સાથે મહિલા સશક્તિકરણ પખવાડીયાના થનારા પ્રારંભ બાદ બીજે દિવસે તા. ૨ જી એ બેટી બચાવો-બેટી પઢાઓ, તા. ૩ જીએ મહિલા સ્‍વાવલંબન દિવસ, તા. ૪ થી એ મહિલા ખેડૂત દિવસ, તા. ૫ મીએ મહિલા આરોગ્‍ય દિવસ, તા. ૬ ઠ્ઠીએ મહિલા કૃષિ દિવસ, તા. ૭ મી એ મહિલા શિક્ષણ દિવસ, તા. ૮ મીએ મહિલા સ્‍વચ્‍છતા જાગૃત્‍તિ દિવસ, તા. ૯ મીએ મહિલા કલ્‍યાણ દિવસ, તા. ૧૦ મી એ મહિલા બાળ પોષણ જાગૃત્‍તિ દિવસ, તા. ૧૧ મીએ મહિલા કર્મયોગી દિવસ, તા. ૧૨ મીએ મહિલા અને કાનૂની જાગૃત્‍તિ દિવસ, તા. ૧૩ મી એ શ્રમજીવી મહિલા દિવસ અને તા. ૧૪ મીએ મહિલા શારિરિક સૌષ્‍ઠવ દિવસની ઉજવણી સાથે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનું સમાપન કરાશે.

આ પખવાડીયાની ઉજવણી દરમિયાન રાજ્યકક્ષાએથી નિયત કરાયેલી થીમ મુજબ શહેર-જિલ્લા અને તાલુકા કક્ષાએથી પણ ઉક્ત દર્શાવ્યા મુજબના કાર્યક્રમો યોજાશે. જિલ્લા પોલીસ, જિલ્લા સમાજ સુરક્ષા,  આઇસીડીએસ, આરોગ્‍ય, શિક્ષણ, ગ્રામ વિકાસ એજન્‍સી, જિલ્લા રોજગાર, માહિતી વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, દહેજ પ્રતિબંધક વિભાગ, જિલ્લા રમત-ગમત વિભાગ, કૃષિ, આત્મા, પશુપાલન, બાગાયત, સહકારી મંડળીઓ-જિલ્લા રજીસ્ટ્રારશ્રી, પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, લીડ બેન્ક, બાળ સુરક્ષા અધિકારી, પ્રાયોજના વહિવટદાર, આઇટીઆઇ વગેરે જેવા વિભાગોના સુવ્યવસ્થિત અને સુચારા સંકલન થકી ઉક્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન ઘડી કઢાયું છે.

Related posts

રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ માટે ટાસ્ક ફોર્સની રચના

editor

ગુજરાતના દરિયા કિનારા ઉપર ૨૪ કલાક પેટ્રોલિંગ

aapnugujarat

બિટકોઇન : જીગ્નેશ મોરડિયા સહિત ચારની કરાયેલ ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1