Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત બજેટ : પોલીસ દળમાં નવી ૫૬૩૫ જગ્યાઓ ઉપર સીધી ભરતી

રાજયના ગૃહવિભાગ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંતર્ગત સરકાર દ્વારા રૂ.૫૪૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં રાજય પોલીસ દળમાં આગામી વર્ષમાં ૫૬૩૫ જગ્યાઓ પર સીધી ભરતી કરવાની જાહેરાત સૌથી મહત્વની હતી જેમાં ટ્રાફિક દળમાં ૧૫૦૦ અને ટ્રાફિક બ્રિગેડમાં ચાર હજાર જેટલા સ્વયંસેવકોનો વધારો કરવામાં આવશે માં ૩૩ ટકા મહિલાઓને સમાવવાની જાહેરાત પણ મહત્વની બની રહી હતી. રાજયના ગૃહવિભાગના કાર્યો હેઠળ રૂ.૫૪૨૦ કરોડની જોગવાઇ કરાઇ તેમાં રાજયોમાં ખાસ કરીને શહેરોની ટ્રાફિક વ્યવસ્થાપન પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે રૂ.૨૦૦ કરોડની ખાસ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે તો પોલીસદળના જવાનો અને કર્મચારીઓ માટે રહેણાંક અને બિનરહેણાંક મકાનો માટે રૂ.૩૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે તો રાજયના તમામ જિલ્લા મથકોએ સીસીટીવી પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવનાર છે અને તે માટે રૂ.૧૦૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આગામીવર્ષમાં રાજય પોલીસ દળમાં કુલ ૫૬૩૫ જગ્યાઓ પર સીધી ભરતી કરવાનું આયોજન હાથ ધરાયું છે, તેમાં ટ્રાફિક દળમાં ૧૫૦૦ અને ટ્રાફિક બ્રિગેડના ચાર હજાર સ્વયંસેવકોનો વધારો કરવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડના સ્વયંસેવકના વેતનમાં રૂ.૨૦૦થી વધારી રૂ.૩૦૦ કરાશે. ટ્રાફિકદળમાં પણ હાલમાં જે રૂ.ચાર હજારનું મહેકમ છે, તે વધારી રૂ.છ હજાર કરાશે, તેનું વધારાનું મહેકમ સરકાર ભોગવશે. આ સિવાય રાજયમાં નવા પોલીસ સ્ટેશનો ખાસ કરીને સાયબર પોલીસ સ્ટેશનો શરૂ કરવા માટે પણ બજેટમાં ખાસ જોગવાઇ કરવામાં આવી છે. સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણામાં નવા ચાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો શરૂ કરવા માટે રૂ.એક કરોડની જોગવાઇ કરાઇ છે.

Related posts

સાબરકાંઠાની જાદર પોલીસે દારૂ ઝડપ્યો

aapnugujarat

ડભોઈમાં જર્જરિત ટાંકી તૂટશે તો તેનું જવાબદાર કોણ ?

editor

ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1