Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત બજેટમાં આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે ૯૭૫૦ કરોડ

નાણાંમંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવા માટે ખાસ રૂ.૯૭૫૦ કરોડની મહત્વની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ફકત આરોગ્ય અને પરિવાર કલ્યાણ પાછળ જ રૂ.૪૮૯૮ કરોડની ફાળવણી કરાઇ છે. તો, રાજયની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવા મળી રહે તે માટે રૂ.૪૭૦ કરોડ ફાળવવાનું નક્કી કરાયું છે. આ સિવાય મુખ્યમંત્રી અમૃતમ્‌ અને મા વાત્સલ્ય યોજના માટે રૂ.૭૦૦ કરોડની ફાળવણી કરાઇ છે. તો તબીબી શિક્ષણ માટે રૂ.૩૪૧૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાણાંમંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવા અને કાર્યોને પણ સારુ એવું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આશાબહેનોની નારાજગી દૂર કરવા બજેટમાં તેમના માટે ખાસ જોગવાઇ કરાઇ છે, જે મુજબ, આશાબહેનોને પ્રોત્સાહિત કરવા માટે રૂ.૨૪૨ કરોડની જોગવાઇ થઇ છે. બજેટમાં તબીબી શિક્ષણ પર ખાસ્સો એવો ભાર મૂકવામાં આવ્યો છે અને તે કારણથી જ તબીબી શિક્ષણ પાછળ રૂ.૩૪૧૩ કરોડ ફાળવાયા છે. જેમાં સોલા અને ગાંધીનગરની નવી મેડિકલ કોલેજ માટે રૂ.૧૧૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બીજીબાજુ, રાજયની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના ગંભીર રોગની સારવારની સુવિધા માટે રૂ.૧૬૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તબીબી સેવાઓ માટે રૂ.૮૬૬ કરોડ ફાળવાયા છે. રાજયમાં ૧૦૮ની નવી ૧૦૦ એમ્બ્યુલન્સની ખરીદી કરવા માટે રૂ.૨૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જયારે ભારતીય તબીબી હોમીયોપેથીક પધ્ધતિના વિકાસ કરવાનું પણ બજેટમાં આયોજન કરાયું છે અને તે માટે રૂ.૩૧૫ની જોગવાઇ કરવામાં આવી છે.

Related posts

વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા માટે જમ્મુ-કાશ્મીર સરકારે હેલિકોપ્ટર સેવાનો ટેક્સ ઘટાડ્યો

aapnugujarat

અમદાવાદમાં બીઆરટીએસ બસે બાઈકસવારને અડફેટે લીધો, યુવકનું મોત

aapnugujarat

ભાવનગરમાં એકસેલન્ટ યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ

editor

Leave a Comment

UA-96247877-1