Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમ નરેન્દ્ર મોદી ઈન્ડિયન મુજાહિદ્દીનના હિટ લિસ્ટમાં ટોચ પર

ઈન્ડિયન મુજાહિદ્દીન (આઈએમ)ના ખૂંખાર આતંકી આરિઝ ખાન ઉર્ફે જુનેદની ધરપકડ બાદ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એવી જાણકારી સામે આવી છે કે ૨૭ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ પટણા બ્લાસ્ટને ઈન્ડિયન મુજાહિદ્દીને અંજામ આપ્યો હતો. તપાસમાં એવો પર્દાફાશ થયો છે કે લોકસભા ચૂંટણીપૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પટણાના ગાંધી મેદાનમાં આઈએમના આતંકી તહસીન ઉર્ફે મોનુએ બોમ્બ મૂક્યો હતો.
બ્લાસ્ટ બાદ ઝડપાયેલા આઈએમના આઈટી નિષ્ણાત એજાઝ શેખે પૂછપરછમાં હવે એવો ચોંકાનારો ખુલાસો કર્યો છે કે ઈન્ડિયન મુજાહિદ્દીને પોતાના હિટ લિસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી મોખરે અને ટોચ પર રાખ્યા છે. આથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આરિઝ ખાનની ગહન પૂછપરછ કરી રહી છે.દિલ્હીમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સહિત ગુજરાતના સુરત બ્લાસ્ટ, રાજસ્થાનના જયપુર બ્લાસ્ટ અને ઉત્તર પ્રદેશની તીન કચરહરીમાં થયેલા બ્લાસ્ટનો મુખ્ય આરોપી ઈન્ડિયન મુજાહિદ્દીનનો ખૂંખાર આતંકી આરિઝ ખાન ઉર્ફે જુનેદ લાંબા સમય સુધી પોલીસ રિમાન્ડ પર રહેશે.દિલ્હી પોલીસ અને આઈબી સહિત જયપુર, સુરત અને ઉત્તર પ્રદેશ એટીએસ પણ અલગ અલગ રિમાન્ડ મેળવીને આરિઝ ખાનની પૂછપરછ કરશે.હાલ લોધી કોલોની સ્થિત સ્પેશિયલ સેલના કાર્યાલયમાં કડક સુરક્ષામાં રાખીને આઈબી, સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાંચ તેની પૂછપરછ કરી રહ્યાં છે. આરિઝ ખાન બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં સામેલ હતો.આરિઝ ખાનને ૨૫ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. ત્યાં સુધી આઈબી સેલ અને ક્રાઇમ બ્રાંચ જ પૂછપરછ કરશે.

Related posts

ચકચારી ટુજી સ્પેક્ટ્રમ કાંડમાં ૨૧મી ડિસેમ્બરે ચુકાદો જાહેર

aapnugujarat

સેંસેક્સમાં ૨૦૯ સુધી રહેલો ઉછાળો

aapnugujarat

Maratha reservation valid, but should be reduced to 12-13% : Bombay HC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1