Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૨૦૯ સુધી રહેલો ઉછાળો

શેરબજારમાં આજે પણ તેજી રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ વચ્ચે મંત્રણા સફળ રહેતા આશાસ્પદ સ્થિતિ વચ્ચે સેંસેક્સ ૨૦૯ પોઇન્ટ ઉછળીને ૩૫૬૯૩ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૬ પોઇન્ટ ઉછળીને ૧૦૮૪૩ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. લ્યુપિનના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. ટ્રમ્પ અને કિમે સિંગાપોરમાં ઐતિહાસિક શિખર બેઠકમાં સર્વગ્રાહી દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. મૂડીરોકાણકારો આઈઆઈપી અને સીપીઆઈ ડેટાની પણ રાહ જોઈ રહ્યા છે. શેરબજારમાં ગઇકાલે કારોબારના અંતે સેંસેક્સ ૪૦ પોઇન્ટ સુધરીને ૩૫૪૮૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૯ પોઇન્ટ વધી૧૦૭૮૭ની સપાટીએ રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો.વાર્ષિક હોલસેલ પ્રાઇઝ ફુગાવો એપ્રિલ મહિનામાં વધીને ૩.૧૮ ટકા હતો જે માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા હતો. બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવશે. ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો અથવા તો યથાવત રાખવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત મે ૨૦૧૮ માટેના હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા ૧૪મી જૂનના દિવસે ગુરુવારના દિવસે જાહેર કરવામાં આવશે.

Related posts

अमरनाथ यात्रियों पर हमले के बाद देशभर में हाई अलर्ट

aapnugujarat

FPI દ્વારા એપ્રિલમાં કુલ ૧૧૦૧૨ કરોડનું રોકાણ

aapnugujarat

અદાણીનું ધોવાણ ભારે પડ્યું, 9 મહિનામાં પહેલી વખત બ્રિટન ભારતને પછાડી છઠ્ઠું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બન્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1