Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યોગી ઇફેક્ટ : હવે પ્રોફેશનલ અપરાધીઓમાં દહેશત ફેલાઇ

ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને સુધારી દેવા માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ખુબ આક્રમક વલણ અપનાવ્યા બાદ આન અસર હવે દેખાઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અનેક એન્કાઉન્ટર કરીને મોટા, અપરાધીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ હવે તમામ પ્રોફેશનલ અપરાધીઓમાં દહેશત ફેલાઇ ગઇ છે. આ અપરાધીઓ હવે ભયના કારણે પોતાના હાથમાં બોર્ડ લઇને ફરી રહ્યા છે અને વધુ અપરાધ ભવિષ્યમાં ક્યારેય નહી કરવાની વાત કરી રહ્યા છે. અપરાધીઓ ભવિષ્યમાં પરિશ્રમ કરીને પૈસા કમાવવાની વાત કરી રહ્યા છે. માફીની માંગ કરી રહ્યા છે. તેમને હવે એન્કાઉન્ટરનો ભય સતાવી રહ્યો છે. ઉત્તરપ્રદેશના કૈરાના વિસ્તારમાં બે કુખ્યાત અપરાધીઓ જાહેરમાં ફરતા નજરે પડ્યા હતા. તેમની પાસે બોર્ડ પણ હતા. જેમાં માફીની માંગ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં ગુના નહી કરવાની વાત પણ તેમાં લખવામાં આવી છે. સલીમ અલી અને અરશાદ અહેમદ નામના આ બે અપરાધીઓ કેટલીક લુંટ અને હત્યાની ઘટનામાં સામેલ રહ્યા છે. તેમને હાલમાં જ જામીન પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બન્ને શખ્સનુ કહેવુ છે કે તેમની સામે શામલી અને કૈરાનામાં કેટલાક કેસ નોંધાયેલા છે. આ બન્ને અપરાધી હવે ગુનાઓ છોડીને સારી અને સામાન્ય લાઇફ ગાળવા માટે ઇચ્છુક છે. અન્ય અપરાધીઓની જેમ તેમને પણ ઠાર કરી દેવામાં આવે તેમ તેઓ ઇચ્છતા નથી. બન્નેની સામે લુંટ અને હત્યાના નવ કેસ નોંધાયેલા છે. છેલ્લા છ મહિનાના ગાળામાં જ એસપી અજય પાલ શર્મા પર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની છાપ લાગી ગઇ છે. તેઓ શામલીમાં હજુ સુધી છથી વધારે અપરાધીઓને ઠાર કરી ચુક્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્ર યોગી આદિત્યનાથ કહી ચુક્યા છે કે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓની સામે અથડામણ અને એન્કાઉન્ટરનો સિલસિલો જારી રહેશે.તેમના આ નિવેદનથી તમામ અપરાધીઓમાં હાલમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં અપરાધીઓ સાથે અથડામણની ૧૨૦૦ ઘટનાઓ બની ચુકી છે. ૪૦ અપરાધીઓને ઠાર કરાયા છે. ઉત્તરપ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા અને લોકોમાંથી દહેશતને દૂર કરવા આ સિલસિલો જારી રહેશે. ઉત્તરપ્રદેશમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. સરકાર આને લઇને કટિબદ્ધ છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી અપરાધીઓમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. અસામાજિક તત્વો સામે ઉત્તર પ્રદેશ સરકારે વ્યાપક ઓપરેશન હાથ ધર્યું છે જેમાં સફળતાઓ હાથ લાગી રહી છે. યોગી આદિત્યનાથે પણ આજે અથડામણો જારી રહેશે તેવો સંકેત આપીને તમામને ચોંકાવી દીધા છે. અપરાધીઓમાં પણ દહેશત ફેલાઈ ગઈ છે. બે પ્રોફેશનલ અપરાધીઓની જેમ જ અન્ય તોફાની તત્વો પર પણ બ્રેક મુકવામાં આવે તેવા સંકેત છે. ઉત્તરપ્રદેશમાં સરકાર બન્યા બાદ હિંસા પર કાબુ મેળવી લેવાના પ્રયાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. યોગી આદિત્યનાથ દ્વારા અપનાવવામાં આવેલી રણનિતી હવે અસર કરી રહી છે. આના કારણે તેમની પ્રશંસા સામાન્ય લોકોમાં પણ થઇ રહી છે. ઉત્તરપ્રદેશમાં વર્ષોથી અસામાજિક તત્વો વ્યાપક દહેશત ફેલાવી રહ્યા છે. જેથી લોકોમાં દહેશત હતી. હવે અપરાધીઓમાં દહેશત દેખાઇ રહી છે.

Related posts

ત્રાસવાદીઓના સફાયા વચ્ચે પથ્થરબાજો ફરી સક્રિય

aapnugujarat

Ruling NDA in Bihar is intact, will contest assembly polls together : Nadda

editor

સેરિડોન સહિત અન્ય દવાના વેચાણનેમંજુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1