Aapnu Gujarat
ગુજરાત

પાદરા : ખોટું સોનું બતાવી સાચા સોનાની ઉઠાંતરી કરતી બે મહિલા ઝડપાઇ

પાદરાના ચોકસી બજારમાં એક વેપારીની દુકાનમાં બે મહિલાઓ દ્વારા વેપારીએ બતાવેલા સેટમાં બે સોનાની વિંટી ખોટી મુકી સોનાની વિંટીની ચોરી કરતી બે મહિલાની પાદરા પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી. ઉક્ત બનાવના પગલે પાદરાના ચોકસી બજારમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. સાથે વેપારીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો. મહિલાઓ પાસેથી ખોટી સાત વિંટીઓ ટ્રેગ મારેલી મળી આવી હતી.
પાદરાના મુખ્ય ચોકસી બજાર રોડ પર આવેલ ચોકસી કેશવલાલ કાળીદાસ વેપારીની દુકાને આજે બપોરના સમય દરમિયાન બે મહિલા જેમાં ડભોઇ અને પ્રતાપનગર વડોદરાનાઓ એક અગ્રમીય પેઢીની દુકાને સોનાની વિંટીની ખરીદી કરવા માટે આવેલ હતી. તે દરમિયાન વેપારી દ્વારા સોનાની વિંટીઓની સેટ જોવા માટે આવી હતી. બંને મહિલાઓ દ્વારા સેટમા મુકેલી સોનાની વિંટીઓ જેમાં જે પસંદગી કરી વજન વેપારી દ્વારા કરાવતા હતા. તે દરમિયાન બંને મહિલાઓ દ્વારા ઘરેથી પાંચથી સાત વિંટીઓ ખોટી સોનાની વિંટીઓ સાથે લાવેલ હતા. બે સોનાની ખોટી વિંટીઓ વેપારીના સેટમાં મુકી દીધી હતી. વેપારીએ બતાવેલી સોનાની વિંટી લઇ લીધી અને બંને મહિલાઓ દ્વારા અંદર અંદર ચર્ચા કરી વેપારીને જણાવેલ કે હમણાં પાછા આવીશું તેમ કહી જતા રહેલ પરંતુ તે જતાં વેપારીને શક જતાં સેટમાં મુકેલી સોનાની વિંટીમાં વિંટી ખોટી હોવાનું જણાતા તુરંત દુકાનદારે તેઓનો પીછો કરી પરત બંને મહિલાઓને બોલાવી હતી.વેપારીએ સમય સૂચકતા વાપરી પોલીસને જાણ કરતાં મહિલાઓ રંગે હાથ ઝડપાઇ ગઇ હતી અને મહિલાઓ પાસેથી ખોટી સાત વિંટીઓ ટ્રેગ મારેલી મળી આવી હતી. પાદરા પોલીસે વેપારી પાસેથી સીસીટીવી કેમેરામાં કેદ થયેલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આજ પ્રકારનો બનાવ આજથી ત્રણથી ચાર માસ અગાઉ બન્યો હોવાનું વેપારીએ જણાવ્યુ હતું. જે આ બંને મહિલાઓ હોવાનુ અનુમાન છે.

Related posts

નાગરિકતા સંશોધન વિધેયકનો રાજપીપળામાં શાંતિપૂર્ણ વિરોધ

aapnugujarat

ઝીકા વાઇરસના ૩ શંકાસ્પદ કેસ દેખાતા ફફડાટ

aapnugujarat

વડનગરમાં સહયોગી યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા 400 કીટોનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1