Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

માલદીવની કટોકટી : શ્રીલંકા, મલેશિયા, મોરેશિયસ ફાવ્યાં

માલદીવમાં રાજકીય કટોકટીના કારણે પ્રવાસીઓ શ્રીલંકા, મલેશિયા, મોરિશિયસ અને સેશેલ્સ તરફ વળી રહ્યા છે. ટ્રાવેલ અને ટૂર ઓપરેટરોએ જણાવ્યું હતું કે છેલ્લાં બે સપ્તાહમાં આ સ્થળોના બુકિંગમાં ૨૦થી ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. માલદીવ સરકારે ટૂરિસ્ટ હોટસ્પોટ અને એરપોટ્‌ર્સને અસર નહીં થાય તેવી ખાતરી આપી હોવા છતાં પ્રવાસીઓએ ત્યાં જવાનું ટાળ્યું છે. સ્પાઇસજેટ અને એર ઇન્ડિયાએ ગયા સપ્તાહથી માલદીવની ટિકિટમાં ફેરફાર અને કેન્સલેશન ચાર્જિસમાં રાહત આપવાની સંમતિ દર્શાવી છે.માલદીવમાં અશાંતિના લીધે પ્રવાસીઓ ટૂંકા ગાળા માટે નવા વિકલ્પોની શોધમાં છે અને તાજેતરમાં જ આ સંદર્ભમાં ટ્રાવેલ એડ્‌વાઇઝરી જારી કરવામાં આવી છે.
મલેશિયા અને ફુકેટે આના લીધે ૨૦ ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે, જેમાં માલદીવથી બદલાયેલા ટ્રાવેલ પ્લાને મહત્ત્વની ભૂમિકા ભજવી છે.કુઆલાલમ્પુર અને કાઠમંડુ માટે માંગમાં ૭થી ૧૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. કેટલાંક સપ્તાહો પહેલાં આ અશાંતિના સમાચાર આવ્યા ન હતા ત્યાં સુધી માલદીવ મોખરે હતું, પણ હવે પ્રવાસીઓની આકર્ષણ યાદીમાં ફેરફાર થયો છે.ટ્રાવેલ પોર્ટલ યાત્રા ડોટકોમે શ્રીલંકા અને મોરિશિયસના બુકિંગમાં વધારો નોંધાવ્યો છે, જોકે તેનો આધાર બજેટ પર છે. લોકો વૈકલ્પિક સ્થળોની તલાશમાં છે અને અમે અમારા ગ્રાહકોને તેની ભલામણ કરી રહ્યા છીએ.ગયા મહિનાથી આ પ્રકારનાં સ્થળોની ક્વેરીમાં ૩૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. એમ યાત્રાના બીટુસી સીઓઓ શરત ઢાલે જણાવ્યું હતું. ઉદ્યોગના અંદાજ મુજબ દર વર્ષે લગભગ ૬૦,૦૦૦ ભારતીયો માલદીવનો પ્રવાસ ખેડે છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ ભારતીયોને માલદીવનો બિનજરૂરી પ્રવાસ ટાળવા કહ્યું છે.

Related posts

ઈઝરાયલમાં કામ કરવા ભારતના હજારો કામદારોની ભરતી કરાશે

aapnugujarat

उ.कोरिया ने बाइडेन को ‘पागल कुत्ता’ कहा

aapnugujarat

पाक. में बारिश और भूस्‍खलन से अब तक 161 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1