Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ઓકલેન્ડમાં ટી-૨૦ મેચ

ઓકલેન્ડ ખાતે ત્રિકોણીય ટ્‌વેન્ટી શ્રેણીની અતિ મહત્વની મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને ન્યુઝીલેન્ડ વધારે સાવધાન છે. કારણ કે આ મેચમાં જીતની સ્થિતિમાં તેની સ્થિતિ મજબૂત બની શકે છે અને ફાઈનલમાં પહોંચી શકે છે. બંને ટીમો ધરખમ દેખાવ કરવા ઇચ્છુક છે. એકબાજુ ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી ચુક્યું છે જ્યારે ન્યુઝીલેન્ડે તેની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ ઉપર જીત મેળવી હતી. આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે રમ્યા બાદ ન્યુઝીલેન્ડને વધુ એક મેચ રમવાની તક રહેશે. હજુ સુધી આ ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીમાં રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણ મેચોમાં જીત મેળવી છે જે પૈકીની પ્રથમ મેચમાં ત્રીજી ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ ઉપર સિડનીમાં સાત વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ સાતમી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે હોબાર્ટમાં પાંચ વિકેટે જીત મેળવી હતી અને ૧૦મી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે મેલબોર્નમાં સાત વિકેટે જીત મેળવી હતી. પોતાના ઘરઆંગણે રમાયેલી ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી છે જે પૈકી બે મેચ ઇંગ્લેન્ડ સામે અને એક મેચ ન્યુઝીલેન્ડ સામે જીતી છે. આવતીકાલે ન્યુઝીલેન્ડ સામેની મેચ પણ ઓસ્ટ્રેલિયા હોટફેવરિટ તરીકે રહેશે પરંતુ ઘરઆંગણે ન્યુઝીલેન્ડની ટીમ છેલ્લા ઘણા સમયથી જોરદાર દેખાવ કરી રહી છે. ઇંગ્લેન્ડ સામે છેલ્લી મેચમાં તેનો દેખાવ પણ જોરદાર રહ્યો હતો. ગુપ્ટિલ, કેપ્ટન વિલિયમસન, મુનરો અને ઓલરાઉન્ડર ગ્રાન્ડહોમ ઉપર તમામની નજર રહેશે. રસપ્રદ બાબત એ છે કે, પ્રથમ વખત આ પ્રકારની ત્રિકોણીય શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિકોણીય શ્રેણી ત્રિકોણીય વનડે શ્રેણીની જેમ જ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ધરખમ દેખાવ કરવામાં આવ્યા બાદ તે શ્રેણીમાં હોટફેવરિટ દેખાઈ રહી છે. મેચ ખુબ જ રોમાંચક બની રહે તેવી શક્યતા છે.

Related posts

ભાજપ દક્ષિણ ભારતમાં સંતોને મેદાને ઉતારશે

aapnugujarat

પીએમ એફિડેવિટ કરી વચન આપે લોકસભા ચૂંટણી પછી ૨૩ વિરોધ પાર્ટીઓની મદદ નહીં લે : તેજસ્વી યાદવ

aapnugujarat

ઇસરો ૧૨ એપ્રિલે રોજ ૧૧ ઉપગ્રહ લોન્ચ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1